ETV Bharat / state

Ahmedabad Crime : વટવામાં 18 વર્ષીય પરિણીતાની આત્મહત્યા, આરોપી પતિની ધરપકડ - પરિણીતાની આત્મહત્યા

નશો કરી પતિ દ્વારા આપવામાં આવતા ત્રાસથી કંટાળીને અમદાવાદના વટવામાં રહેતી પરિણીતાએ આત્મહત્યા કરવા જેવું અંતિમ પગલું ભર્યું હતું. વટવામાં 18 વર્ષીય પરિણીતાની આત્મહત્યાના સમગ્ર બનાવને લઇને વટવા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

Ahmedabad Crime : વટવામાં 18 વર્ષીય પરિણીતાની આત્મહત્યા, આરોપી પતિની ધરપકડ

author img

By

Published : May 2, 2023, 5:02 PM IST

વટવા પોલીસે આરોપી પતિ રજીમ અન્સારીની ધરપકડ કરી

અમદાવાદ : અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. પરિણીતાની આત્મહત્યાના આ બનાવ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. 18 વર્ષીય પરિણીતાએ ઘરમાં આત્મહત્યા કરતા સમગ્ર બાબતને લઈને પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરી છે.

ચાર મહિના પહેલાં લગ્ન થયાં અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા માબૂદ અન્સારીએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. તેઓની ભાણીના લગ્ન બિહારના રજીમ અન્સારી નામના 19 વર્ષીય યુવક સાથે ચાર મહિના પહેલા બિહાર ખાતે થયા હતા.. આઠમી એપ્રિલ 2023 ના રોજ તેઓ અમદાવાદ ખાતે રહેવા આવ્યા હતા અને વટવામાં ઇન્સાનિયતનગર ચાર માળિયા ખાતે રહેતાં હતાં.

આ પણ વાંચો Ahmedabad Crime : પત્નીની હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન, ફુટી ગયો ભાંડો

નશાને કારણે પત્નીને ત્રાસ આપતો પતિ યુવતીનો પતિ ઇસનપુર ખાતે આવેલા બાલાજી એસ્ટેટમાં કપડાની દુકાનમાં કામ કરતો હતો. આરોપી પતિ નશાનો આદી હતો. આ પતિપત્ની અમદાવાદના વટવામાં રહેવા આવ્યાં અને દસ દિવસ બાદથી જ રજીમ અન્સારી ઘરમાં નશો કરીને આવતો હતો. જેને કારણે પરિણીતાએ તેના પતિને નશો કરવા બાબતે ના પાડી હતી. આ મામલે પત્ની પર ક્રોધિત થઇને રજીમ અન્સારીએ પત્નીને માર માર્યો હતો અને તેની પાસે રહેલા મોબાઇલ ફોનને પણ તોડી નાખ્યો હતો.

30 એપ્રિલે ઘરમાં આત્મહત્યા કરી જે બાબતની જાણ યુવતીએ તેના મામાને કરી હતી અને જણાવ્યું હતું કે પતિ નશો કરીને દરરોજ આવી તેની સાથે બોલાચાલી કરી ઝઘડાઓ કરીને ત્રાસ આપે છે. જે બાદ ફરિયાદીએ રજીમ અન્સારીને નશો ન કરવા માટે સમજાવ્યો હતો. જોકે યુવતીએ દરરોજ થતાં ઝઘડાઓના કારણે કંટાળી હોવાથી 30મી એપ્રિલના રોજ સાંજના સમયે ઘરમાં આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો Surat Crime : પતિએ 8થી 10 જેટલાં ચપ્પુના ઘા મારતા પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય

આરોપી પતિની ધરપકડ જે બાદ આ સમગ્ર મામલે વટવા પોલીસ મથકે રજીમ અન્સારી સામે આત્મહત્યા દુષ્પ્રેરણ તેમજ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સામેલ આરોપી પતિની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ વટવા પોલીસે હાથ ધરી છે. આ અંગે જે ડિવિઝનના ACP પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ મામલે ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.