ETV Bharat / state

Ahmedabad Crime : સ્વામિનારાયણ સાધુને મળેલા ડોલર સસ્તામાં આપવાના નામે લાખોની લૂંટ કરનાર બે આરોપી ઝડપાયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 5:19 PM IST

ડમી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક વેપારીને ફસાવી લાખોની લૂંટ ચલાવનાર આરોપીને અમદાવાદ પોલીસે પકડી લીધાં છે. સ્વામિનારાયણ સાધુને વિદેશ જવાનું હોવાથી ડોલર સસ્તામાં આપવાની લાલચ વેપારીને આપવામાં આવી હતી. આરોપીએ સ્વામિનારાયણ સાધુનો વેશ ધારણ કરી 6 લાખ 90 હજાર રૂપિયા રોકડ રકમની લૂંટ કરી હતી.

Ahmedabad Crime : સ્વામિનારાયણ સાધુને મળેલા ડોલર સસ્તામાં આપવાના નામે લાખોની લૂંટ કરનાર બે આરોપી ઝડપાયાં
Ahmedabad Crime : સ્વામિનારાયણ સાધુને મળેલા ડોલર સસ્તામાં આપવાના નામે લાખોની લૂંટ કરનાર બે આરોપી ઝડપાયાં
બે આરોપીની ધરપકડ

અમદાવાદ : કણભા પોલીસ સ્ટેશન હદમાં એક વેપારીને ડોલર બદલવાની લાલચ આપીને 6.90 લાખ રૂપિયાની લૂંટ કરનાર બે આરોપીઓની કણભા પોલીસે ધરપકડ કરી છે. આરોપી દ્વારા વેપારીને ફસાવવા માટે સ્વામિનારાયણ સાધુનો વેશ ધારણ કરવામાં આવ્યો હતો અને સ્વામીને ડોલર મળ્યા છે જેને ઓછી કિંમતે આપી દેવાના છે તેવું કહીને છેતરપીંડી અને લૂંટ કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ કરી પોલીસે લૂંટની રકમ રિકવર કરી છે.

આ આરોપીઓમાં એક આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેણેે વિડીયો કોલમાં ડોલર બતાવી વેપારીને ફસાવી આ લૂંટ કરી હતી. આ રીતે અન્ય કોઈને ફસાવ્યાં છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. આરોપીઓએ વેપારીને ફસાવવા માટે સ્વામિનારાયણ સાધુના સેવક તરીકેની ઓળખ આપી અને પહેરવેશ પણ પહેર્યો હતો. હાલ આરોપીઓની અન્ય ગુનાઓ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે...અમિતકુમાર વસાવા (એસપી,અમદાવાદ જિલ્લા )

ઓછી કિંમતે ડોલર આપવાની લાલચ : અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેસાણાના ચાણક્ય ચંદ્રકાંતભાઈ પટેલ દ્વારા ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક અજાણ્યા વ્યક્તિએ પોતાને જગદીશભાઈ સેવક નામની ઓળખ આપી પોતાની પાસે 10,000 અમેરિકન ડોલર હોવાની વાત કરી હતી. પોતે સ્વામિનારાયણ સાધુનો સેવક હોવાની અને સ્વામિનારાયણ સાધુ વિદેશમાં ગયા ત્યારે ડોલર મળ્યાં હોય અને તેઓને ડોલરની જરૂર ન હોવાથી ઓછી કિંમતે આપી દેવાની લાલચ આપી હતી.

પૈસા ભરેલા થેલાની લૂંટ : વેપારીને ડોલરના બદલે પૈસા આપવાની વાત કરી હતી અને વિશ્વાસમાં લઈને ડોલર લેવા માટે રોકડ રૂપિયા લઇ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધામતવણ ગામની સીમ ખાતે બોલાવ્યા હતાં. જ્યાં પોતે સ્વામિનારાયણ સાધુ જેવો વેશ ધારણ કરી પહોંચ્યો હતો અને પોતાનો એક માણસ ડોલર લઈને ઊભો હોવાની વાત કરી હતી. ફરિયાદીને ડોલર આપતા પહેલા પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવા માટે પૈસા ભરેલા થેેલા કાઢતા આરોપીએ ફરિયાદી સાથે ઝપાઝપી કરી બેગમાં રહેલા 6 લાખ 90 હજાર રૂપિયા રોકડ રકમની લૂંટ કરી મોટરસાયકલ ઉપર બેસીને ફરાર થઈ ગયા હતાં. જે મામલે કણભામાં ગુનો નોંધાયો હતો.

ખેડાના સુરા શામળમાં પગેરું મળ્યું : આ મામલે અજાણ્યા આરોપીઓએ ગુનામાં વાપરેલ મોબાઈલ નંબરની માહિતી પોલીસે મેળવતા તે સીમકાર્ડ ડમી હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીઓને પકડવા માટે ગ્રામ્ય એલસીબી ટીમ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સ અને અન્ય વિગતો એકત્ર કરી તપાસ કરતા સીમકાર્ડ ખેડાના નડિયાદમાં આવેલા સુરા શામળ ગામના અમિત તળપદા નામના વ્યક્તિએ ઉપયોગ કર્યો હોવાની માહિતી મળી હતી.

આરોપીઓની ધરપકડ : જેથી આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, તે દરમિયાન કણભાના પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ તેઓના ગામ ખેડા ખાતે સુરા શામળમાં આવનાર છે. જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવીને લૂંટના મુદ્દામાલ અને મોટરસાયકલ તેમજ બે મોબાઇલ સાથે ઘરેથી આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આરોપીએ કર્યો ડમી મોબાઈલ નંબરનો ઉપયોગ : આરોપીએ જગદીશભાઈ સેવકનું ખોટું નામ આપી ડમી મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ફરિયાદીને ડોલર બદલવા બોલાવી પૈસાની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગ્રામ્ય કણભા પોલીસે અમિત તળપદા તેમજ યોગેશ ઉગવાની નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

  1. બ્લેક કોટિંગવાળા ડૉલર મેળવવાની ઘેલછામાં વેપારીએ 30 લાખ ગુમાવ્યા, પોલીસ ફરિયાદ કરતા 4 ઝબ્બે
  2. Ahmedabad Loot: મેડિકલ સ્ટાફની જેમ એપ્રેન પહેરી લૂંટ કરનાર મહિલા ઝડપાઈ, જાણો કેવી રીતે આપતા ગુનાને અંજામ ?
  3. Ahmedabad Crime : ડેટિંગ એપથી દિલ્હીના વેપારીને હોટલમાં બોલાવ્યો, રુમમાં ટ્રાન્સજેન્ડરે કર્યું એવું કામ કે થઇ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.