અમદાવાદ: અમદાવાદ એટલે ગુજરાતનું ક્રાઇમ સેન્ટર. શહેરમાં સતત નવા નવા ગુનાઓ બની રહ્યા છે. જે યુપી જેવા રાજયમાં બનતા તે હવે ગુજરાતના અમદાવાદમાં બની રહ્યા છે. કોઇ પણ નિયમ દરેકને લાગુ પડે છે. પછી તે ગમે તેટલો મોટો અધિકારી કેમ ના હોય હક, કાયદો બધાને સમાન લાગે છે. ત્યારે અમુક અધિકારીઓ પોતાના હોદાના અભિમાનમાં પોતાની લિમિટ ભૂલી જતા હોય છે. પરંતુ એમનો પણ સમય આવે છે અને તેમને પણ પાઠ મળે છે તો ખરો જ.
શું બન્યો બનાવ: નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં જ ડી સ્ટાફ PSI જે.એલ સિસોદિયા તેમજ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અને ડ્રાઇવર પ્રવીણભાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. રાતના સમયે રિંગ રોડ પાસે આવેલી સુપ્રિયા 2 રેસ્ટોરન્ટની બાજુમાં ચાલી રહેલા ખાણીપીણી માર્કેટને બંધ કરાવવા ગયા હતા. તે સમયે ત્યાં વેપારી અને બાજુમાં પાન પાર્લરના સંચાલક સાથે ઘર્ષણ થયું હતું. આ અંગે સ્થાનિક નેતાને જાણ થતા તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.ડી જાટે કાયદાની રુહે કાર્યવાહી કરવામાં આવી હોય તેવી વાત કરતા સ્થાનિક નેતા ઉશ્કેરાયા હતા અને આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી.
"રાત્રિના સમયે નિકોલ વિસ્તારમાં ચાલતા ખાણીપીણી માર્કેટમાં ડિ સ્ટાફ પીએસઆઇ અને તેઓની સાથે પોલીસકર્મી ગયા હતા. ત્યાં ખાણીપીણી માર્કેટ બંધ કરવાનું જણાવતા વેપારીએ માર્કેટમાં બંધ કર્યું હતું. પરંતુ પીએસઆઇએ પાર્લરના માલિક સાથે બોલાચાલી કરી અને ગેરવર્તણૂક કરી હોય જેના સીસીટીવી ફૂટેજ અને રજૂઆત મળતા અંગે PSI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. એક પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે."-- બળદેવ દેસાઈ ( ઝોન 5 ડીસીપી)
બદલી કરી દેવાઈ: આ અંગે ઝોન 5 DCP બળદેવ દેસાઈને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ઘટના સમયના CCTV તેમજ અન્ય પુરાવાઓના આધારે નિકોલના ડી સ્ટાફ PSI જે.એલ સીસોદીયાને તેમજ હેડ કોન્સ્ટેબલ ભરતભાઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક પોલીસકર્મીની કે કંપનીમાં બદલી કરી દેવાઈ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.