ETV Bharat / state

અમદાવાદના દાણીલીમડામાં નશાકારક સીરપ બનાવી વેચતો શખ્સ ઝડપાયો, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કયું દ્રવ્ય પકડ્યું જૂઓ - એનડીપીએસ એક્ટ હેઠળના કેસો

અમદાવાદના દાણીલીમડામાં પોતાના મકાનમાં નશાકારક કફ સીરપ તૈયાર કરીને નાણાં કમાતાં એક વ્યક્તિને ઝડપી લેવાયો છે. ધ્રુવનગર સોસાયટીમાં મકાન નં. 34 ખાતે રહેતો મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણ પાસેથી નશાકારક ગોળીઓ અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી.

અમદાવાદના દાણીલીમડામાં નશાકારક સીરપ બનાવી વેચતો શખ્સ ઝડપાયો, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કયું દ્રવ્ય પકડ્યું જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 30, 2023, 4:24 PM IST

અમદાવાદ : નશાકારક કફ સીરપ બનાવવાના આશયથી ગેરકાયદે રીતે મેળવેલ પ્રતિબંધિત નાઈટ્રાઝેપામ ગોળીઓ - NITRAZEPAM TABLETS 49 નંગ ઝડપાયાં છે. આ સાથે કુલ 18 લિટર નાઈટ્રાઝેપામ મિશ્રણવાળા પ્રવાહી સાથે એક વ્યક્તિને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

એનડીપીએસ એક્ટ હેઠળના કેસો : અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સંદર્ભે સઘન કાર્યવાહી કરતાં મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન મુજબ ગત રોજ 29 નવેમ્બરના રોજ પોલીસ ઇન્સપેકટર એસ.જે.જાડેજા તથા ટીમના સભ્યોએ દરોડો પાડી નશાકારક પદાર્થ સહિત આરોપીને ઝડપી લીધો હતો. ટીમને મળેલી બાતમીમાં હકીકત તપાસના આધારે NDPS એક્ટ હેઠળની સફળ રેઇડનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણને પકડ્યો : પોલીસ ઇન્સપેકટર એસ.જે.જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાં આવેલ ધ્રુવનગર સોસાયટીમાં મકાન નં. 34 ખાતે રહેતો મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણ નામનો વ્યક્તિ ગેરકાયદે રીતે નશાકારક પ્રવાહી તૈયાર કરી તેનુ વેચાણ કરે છે. જે અનુસંધાને ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર.બલાત તથા સ્ટાફ સાથે તેના રહેણાક મકાને રેઇડ કરી આરોપી મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણને પકડ્યો હતો. તેની પાસેથી સૂકી ખાંસી મટાડવાના ઉપયોગમાં લેવાચું સીરપ મેટાહીસ્ટ-એસ 18 લીટર તથા એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત નાઈટ્રાઝેપામની ગોળીના 49 નંગ પણ પકડી પાડવામાં આવેલા હતાં.

પોલીસે કબજે કરેલ મુદ્દામાલ : બાતમી બાદ થયેલી રદોડા કાર્યવાહીમાં આરોપી પાસેથી મળી આવેલ અને જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં મેટાહિસ્ટ પ્રેસ સહિતના દવાઓ બનાવવામાં વપરાતા દ્રવ્યો, સીરપ વગેરે જપ્ત કરવામાં આવ્યાં છે. અંદાજે 14 લીટર (પ્લાસ્ટીકના કેન નંગ- 3 ), મેટાહીસ્ટ-એસ તથા નાઇટ્રાઝીપામ ટેબ્લેટસના મિશ્રણવાળુ શંકાસ્પદ પ્રવાહી અંદાજે 4.5 લિટર તેમ જ મોબાઇલ ફોન તથા Rexodex નામની કફ શીરપના સ્ટીકર વગેરે પણ કબજે લેવાયાં હતાં.

આરોપીની મોડસ ઓપરેન્ડી : પકડાયેલ આરોપી મુજાહીદ ઉર્ફે મોઇન રફીકખાન પઠાણના કબ્જામાંથી મળી આવેલ ગેરકાયદે જથ્થા બાબતે ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા કારણ બહાર આવ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે તે આર્થિક સંકડામણ હોઇ અને કફ સીરપનો નશો કરવાની ટેવવાળો છે. તેણે નશાકારક કફ સીરપ બનાવી વેચાણ કરવાનું નક્કી કરેલું. આ માટે પોતાના મકાનમાં ભાડેથી રહેતા શૌફુદીન અબ્દુલકાદર નાગોરી નામના વ્યક્તિ મારફતે દેસાઇ મેડીકલ સ્ટોર્સ, ખમાસા ખાતેથી મેટાહીસ્ટ-એસ નામનું ડ્રાય કફ માટે વપરાતુ સીરપ ખરીદ્યું હતું. આ સીરપને વધુ નશાકારક બનાવવા જુહાપુરા ખાતે આવેલ મેડીમેક્સ નામની દવાની દુકાનમાંથી કોઇપણ જાતના મેડિકલ પ્રિસ્ક્રીપ્શન વગર NITRAZEPAM TABLETS નંગ-50 લઇ આવ્યો હતો. આમ, સીરપમાં NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત ટેબ્લેટસનું મિશ્રણ કરી નાની બોટલોમાં ભરી આર્થિક ફાયદો મેળવવા બજારમાં વેચાણ કરનાર હતો.

કાર્યવાહીની વિગત : ઉપરોકત રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપી મુજાઝિદની સ્થળ પર ધરપકડ કર્યા બાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ કલમ 8(સી), 22(એ). 29 હેઠળ ગુનો નોંધી સહ આરોપી શૌફુદીન અબ્દુલ કાદર નાગોરીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Rajkot Crime :એક કિલોથી વધુ ચરસનો જથ્થા સાથે ઈસમ ઝડપાયો, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

સુરતમાં 91 કિલો ગાંજાના કેસમાં નાસતો ફરતો મુખ્ય આરોપીને દબોચતી એસઓજી, કારખાનામાં નોકરી કરતો હતો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.