અમદાવાદ : અમદાવાદમાં એક સગીરાના પ્રેમ પડેલા એકતરફી પ્રેમમાં પડેલા યુવકે પ્રેમના નામે પરેશાનીનો અંબાર સગીરા અને તેનાી પરિવાર માટે ઊભો કરી દીધો હતો. એકતરફી પ્રેમમાં સાનભાન ગુમાવનારા યુવકો દ્વારા થતાં અનેક પ્રકારના ગુનાઓ બનતાં રહે છે તેમાં અમદાવાદમાં વટવા વિસ્તારમાં પણ આવો બનાવ બન્યો છે તેની નોંધ લેવાઇ રહી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં સગીરા સાથે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને પામવા માટે તમામ હદો વટાવી નાખી છે.
આ પણ વાંચો Ahmedabad Crime: ગેમ ઝોનમાં બેડ બોયઝની બબાલ, કિશોરોને માર મારતાં પોલીસ ફરિયાદ
સગીરાની સગાઇઓ તોડાવી : એકતરફી પ્રેમમાં પડેલા યુવક દ્વારા સગીરાને થતી હેરાનગતિ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. એકતરફી પ્રેમીની હરકતોથી વાજ આવેલા સગીરાના પરિવાર દ્વારા સમગ્ર મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણેં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે 17 વર્ષની સગીરાને મેળવવા માટે પોતાના બે મામા સાથે મળીને સગીરાની જ્યારે સગાઇ કરવામાં આવે ત્યારે યેનકેનપ્રકારેણ સામાવાળા યુવક સાથેની સગાઇ તોડાવી દેવામાં આવતી હતી. આવી રીતે આ યુવકે સગીરાની બે સગાઈ તોડાવી હતી.
ઘેનની દવા આપી : આખરે આ સગીરાને આટલી બધી શા માટે પરેશાન કરવામાં આવી રહી હતી તે વિશે જાણવા મળ્યું હતું કે સગીરા સાથે એકતરફી પ્રેમમાં પડેલા યુવકના મામાઓ યુવકની સાથે મળી ગુનો આચરવાને અંજામ આપ્યો હતો. એકતરફી પ્રેમમાં પડેલો યુવક જે બે મામાઓનો ભાણિયો થાય છે તેના સગીરા સાથે લગ્ન કરાવવા માટે કરી બે મામાએ ગુનાને અંજામ આપ્યો હતો. સગીરાને ઘેનની દવા આપી કોરા કાગળ પર સહીઓ કરાવી હતી.
આ પણ વાંચો Ghazwa-E-Hind Case: ગજવા-એ-હિંદ કેસને લઈને NIA પહોંચી ગુજરાત, બોટાદ-સુરત-વલસાદમાં દરોડા
એક આરોપીની ધરપકડ : એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના મામાના સગીરાને ઘેનની દવા આપી કોરા કાગળ પર સહીઓ કરાવી કારસ્તાન વિશે છેવટે સગીરાએ પરિવારને જાણ કરી હતી. જેમાં સગીરાએ પરિવારને જાણ કરતા વટવા પોલીસ સ્ટેશનમાં યુવક સહિત તેના બે મામા સામે ફરિયાદ નોંધાવી છે. વટવા પોલીસે ગુનો નોંધી એક આરોપીઓ ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે. આ અંગે વટવા પોલીસ સ્ટેશનના PI કે.એ. ગઢવીએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ફરિયાદના આધારે એક આરોપીની અટકાયત કરી અન્યની તપાસ હાથ ધરાઈ છે.