ETV Bharat / state

અમદાવાદઃ પોલીસ બનવા માંગતો યુવક ચઢ્યો ચોરીના રવાડે, લાખોની ચોરીને આપ્યો અંજામ - સરદાર નગર પોલીસ સ્ટેશન

અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં આવેલ ન્યુ જી વોર્ડમાં રૂપિયા 52.40 લાખ રૂપિયાની ચોરીનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. જો કે, અનલોક બાદ અમદાવાદમાં સૌથી મોટી ચોરીનો બનાવ બનતા ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jul 5, 2020, 11:59 AM IST

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે મૂળ બાયડના રહેવાસી એવા પ્રકાશ ઉર્ફે પકો સલાડ નામના આરોપીની ધરપકડ કરીને 1 રીક્ષા, 17 લાખ 70 હજાર રોકડા અને 4 લાખ 65 હજારના દાગીના કબ્જે કર્યા છે. આરોપીએ તેના સાગરીત આરોપી કૈલાશ રાજગોર સાથે મળીને પાંચ દિવસ પહેલા રિક્ષા લઈને રેકી કરી હતી અને તક મળતાં જ ધાબા પરથી નીચે ઉતરી અને રૂમમાં તિજોરીમાં પડેલા રોકડ અને દાગીના લઇને ફરાર થઈ ગયા હતાં.

અમદાવાદમાં પોલીસમાં ભરતી થવા માંગતો યુવક ચઢ્યો ચોરીના રવાડે

આ બંને આરોપીઓએ સરખા હિસ્સે મુદ્દામાલની વહેંચણી કરી હતી. જો કે, પ્રકાશ પકડાયો હોવાની જાણ થતાં જ આરોપી કૈલાશ રાજગોર ફરાર થઇ ગયો છે. જેમાં આરોપી પ્રકાશને પોલીસમાં ભરતીમાં જવું હતું, પરંતુ પાસ ન થતાં તે ભરતીમાં જઇ શક્યો ન હતો, ત્યારબાદ કૈલાશ સાથે રહીને ચોરીના રવાડે ચડી ગયો.

આરોપીના ગુનાના ઇતિહાસની વાત કરીએ તો વર્ષ 2015માં સાબરમતી અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેમજ વર્ષ 2018માં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.