ETV Bharat / state

રાત્રિના સમયે ઈકો કારના સાઈલેન્સર ચોરી કરતી ગેંગ પર પોલીસે લગાવી બ્રેક, ઉકેલ્યો 65 ગુનાનો ભેદ - Vastrapur Police Station

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે (Ahmedabad Crime Branch) ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી (accused of Eco car silencer theft) હતી. આ સાથે જ ટીમે 65 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તો આરોપીઓ પાસેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

રાત્રિના સમયે ઈકો કારના સાઈલેન્સર ચોરી કરતી ગેંગ પર પોલીસે લગાવી બ્રેક, ઉકેલ્યો 65 ગુનાનો ભેદ

author img

By

Published : Nov 30, 2022, 2:01 PM IST

અમદાવાદ શહેર તથા જુદા જુદા વિસ્તારમાં ઈકો ગાડીના સાઇલેન્સરની ચોરી (accused of Eco car silencer theft) કરતી ગેંગને ઝડપવામાં ક્રાઈમબ્રાન્ચને (Ahmedabad Crime Branch) મોટી સફળતા મળી છે. ટીમે સનાથલ બ્રિજ પાસેથી બાતમીના આધારે આસિફ ઉર્ફે રૂપાલ વોરા ઉમેશ મિયા મલેક તેમ જ સરફરાઝ સફો માલિકને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ઈકો કારના 15 સાયલેન્સર, લોખંડના સળિયા, હથોડી અને બલેનો કાર એમ કુલ 15,53,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આરોપીઓ કિંમતી પદાર્થ કાઢી લેતા હતા આરોપીઓ પોતાના સાગરિતો સાથે અમદાવાદ શહેર તેમ જ આણંદ જિલ્લામાં રાત્રિના સમયે પાર્ક કરેલી ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરતા હતા. ત્યારબાદ તેમાંથી નીકળતો કિંમતી પદાર્થ જેમાં પ્લેનટિનિયમ, પેલેડિયમ તથા રોડિયમ ધાતુના કણોને કાઢી લેતા હતા. આરોપીઓ આ પદાર્થ કાઢીને ઊંચી કિંમતે ઉત્તરપ્રદેશના આઝમગઢના રહેવાસી નવાબ તેમ જ ફૈઝાન નામના માણસો મારફતે દિલ્હી ખાતે અન્ય વ્યક્તિઓને (Ahmedabad Crime News) વેચતા હતા.

અમદાવાદ અને આણંદમાં કરતા ચોરી આરોપીઓ સાઈલેન્સરમાંથી કિંમતી ધાતુ કાઢીને સાઈલેન્સરને ગાડીમાં ફરી ફીટ કરી ફરાર થઈ જતા હતા. આરોપીઓ તેમ જ તેના બીજા 5 જેટલા મળતિયાઓએ ભેગા મળીને ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધી અમદાવાદ શહેરના સાબરમતી નદીથી પશ્ચિમ વિસ્તારના કુલ 192 સાઇલેન્સરની ચોરીના (accused of Eco car silencer theft) ગુનાઓ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેમ જ આણંદ જિલ્લા ખાતે બોરસદ, કરમસદ, પેટલાદ વિસ્તારમાંથી આશરે 10થી વધુ સાઇલેન્સરની ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત (Ahmedabad Crime News) કરી છે.

અનેક ચોરીમાં નામ આવ્યું સામે આરોપીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, આસિફ ઉર્ફે રૂપાલ વોરા વર્ષ 2016થી ઢોર ચોરી અને ઘરફોડ ચોરીના (accused of Eco car silencer theft) ગુનામાં સેટેલાઈટ તેમ જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં (Vastrapur Police Station) પકડાયો હતો. તેમ જ 2020માં આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં (Khambhat Police Station) મારામારીના ગુનામાં, વિદ્યાનગર, વીરસદ, બોરસદ, પેટલાદ, ભાદરણ, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સાઇલેન્સર ચોરીના 19 જેટલા ગુનામાં ઝડપાયો હતો. વર્ષ 2021માં બોરસદ, આણંદ, ચાંગોદર, બગોદરા અને કોઠ પોલીસ સ્ટેશનમાં સાઇલેન્સર ચોરીના ગુનામાં ઝડપાયો હતો અને નવેમ્બર 2021 માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીવાર તેણે સાઇલેન્સરની (Ahmedabad Crime News) ચોરી શરૂ કરી હતી.

રીઢા ગુનેગારો જેલહવાલે પકડાયેલો અન્ય આરોપી સરફરાઝ ઉર્ફે સફો મલેક વર્ષ 2017માં સેટેલાઈટ, વસ્ત્રાપુર, એલિસબ્રિજ તથા ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના (accused of Eco car silencer theft) ગુનામાં તેમ જ વર્ષ 2019માં વાસદ પોલીસ સ્ટેશન ખાતે બકરા ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) મુખ્ય ત્રણ આરોપીઓને ઝડપીને આ ગુનામાં તેઓની સાથે સામેલ અન્ય સાગ્રિતોને પકડવાની તજવીજ તેજ કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરીને તરખાટ મચાવનાર ગેંગ ઝડપાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.