અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIએ મહારાષ્ટ્રમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ઔરંગાબાદની ફેક્ટરીમાંથી કોકેઇન, કેટામાઇન અને MD ડ્રગ્સનો 500 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઔરંગાબાદની ફેક્ટરીમાં કોકેઇન કેટામાઇન અને એમડી ડ્રગ્સ બની રહ્યું હોવાની વિગત આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
3 આરોપીઓની ધરપકડ: આ ફેક્ટરીની અંદર ડ્રગ્સ બનાવીને અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવામાં આવતું હતું. રો-મટિરિયલ તેમજ ડ્રગ્સ મળીને કુલ 500 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર હાલ આ સમગ્ર તપાસ સાથે જોડાયેલા છે. બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાતા દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ પણ એક્ટિવ થઈ છે.
અપડેટ જારી ....