ETV Bharat / state

Ahmedabad Corporater: કોર્પોરેટરનો પાણી બચાવાનો અનોખો પ્રયોગ, 7000 જેટલા નળ રીપેર કર્યા - Ahmedabad Corporater

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પંકજ ભટ્ટ દરરોજ પોતાના લોક સંપર્ક રાઉન્ડ દરમિયાન લોકોને પાણી બચાવવા માટે વિનંતી કરતા હોય છે. લોક સંપર્ક દરમિયાન જો કોઈ નળ કનેક્શન તૂટેલું જણાય તો તે પોતાની જાતે જ નળ કનેક્શન ફીટ કરે છે. હાલમાં અત્યાર સુધી 6,000 થી પણ વધારે નળ કનેક્શનને વ્યવસ્થિત રીતે પાણીનો વેડફાટ ન થાય તે રીતે રીપેરીંગ કર્યું છે.

અમદાવાદના કોર્પોરેટર પાણી બચાવાનો અનોખો પ્રયોગ

author img

By

Published : Apr 14, 2023, 1:24 PM IST

Updated : Apr 14, 2023, 3:37 PM IST

અમદાવાદના કોર્પોરેટર પાણી બચાવાનો અનોખો પ્રયોગ

અમદાવાદ: ઉનાળો આવતાની સાથે સેવ-વોટર... સેવ-વોટરની બૂમાબૂમ થતી હોય છે. પરંતુ ખરેખર જે પાણી બચાવે અને પાણી બચાવા માટે પ્રયત્ન કરે તે કહેવાય સાચો માનવ હિરો. વાતો તો હર કોઇ કરી લે, પરંતુ જયારે અમલવારીની વાત આવે છે ત્યારે પીછેહટ જ હોય છે. રાજ્યમાં ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. બપોરના સમય ભારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આવા સમયે પાણીની જરૂરિયાત ખૂબ જ ઉભી થતી હોય છે. રાજ્યમાં ઘણા એવા વિસ્તાર છે કે અંતરિયાળ ગામ છે કે, જ્યાં પીવાના પાણી માટે પણ ખૂબ જ મુશ્કેલી થાય છે. સરકાર દ્વારા પણ પાણી બચાવવાની વિનંતી કરવામાં આવે છે કે, પાણીનો જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પંકજ ભટ્ટ દ્વારા પણ જળ બચાવો અભિયાન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : 40 વર્ષના આધેડે 17 વર્ષીય સગીરાની હત્યા કરવાનો કર્યો પ્રયાસ

પાણી બચાવવું જરૂરી:કોર્પોરેટર પંકજ ભટ્ટે etv bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારો જન્મ પોળમાં થયો હતો. મેં પહેલા ત્રીજા માળે રહેતા હતા તે સમયે પાણી નીચેથી ભરીને ત્રીજી માળ સુધી લઈ જવું પડતું હતું. પરંતુ અમે અલગ અલગ સમય વહેંચેલો હતો. તે સમયે પણ પાણીની કિંમત ખૂબ જ હતી. તે સમયે અમુક કલાકો પાણી મળતું હતું. ન્હાવા, કપડાં ધોવા કે પીવા વગેરે જેવી વસ્તુઓ માટે પણ પાણીનો સદુપયોગ કરવો પડતો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બચાવો અભિયાન ચલાવ્યું હતું. મેં નક્કી કર્યું કે ખરેખર આવનારી પેઢી માટે પાણી બચાવો ખૂબ જ જરૂરી છે.

7000 જેટલા નળ કનેક્શનઃ જે પોળમાં રહેતો હતો તે બોર્ડમાં પણ પાણીની સમસ્યા જોવા મળતી હતી. હું કોર્પોરેટર બન્યો પછી પાણીની સમસ્યાઓ દૂર કરી અને લોકોને પણ પાણી બચાવવા માટે વિનંતી કરું છુ. અત્યારે હાલમાં પણ હું મારા નિયત ક્રમ મુજબ રોજ સવારે મારા વિસ્તારમાં લોક સંપર્ક માટે રોજ જતો હોઉં છું. કોઈના નળ કનેક્શન તૂટી ગયા હોય કે પાણી ઓવર ફ્લો થઈને ગટરમાં વહેતું હોય તેવા લોકોને વિનંતી કરું છું કે , પાણીની બને તેટલી બચત કરો. અત્યાર સુધીમાં મારા લોકસંપર્ક રાઉન્ડ દરમિયાન 7,000 થી પણ વધારે નળ કનેક્શન કે જે તૂટી ગયા હતા. તેને મેં રીપેરીંગ કરીને વ્યવસ્થિત કરી દીધા છે. પાણીનો બગાડ ન થાય તે રીતે રીપેરીંગ કામ કર્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની સંપત્તિ અને અન્ય પુરાવાઓ અંગે તપાસ કરી શરુ

જાગૃત કરવાનો પ્રયત્નઃ લોકસંપર્ક દરમિયાન બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું કે, પાણીને બને તેટલું બચાવું જોઈએ. કપડાં ધોતી વખતે પણ જેટલો પાણીનો જરૂરિયાત છે. તેટલું જ ભરવું જોઈએ નળ ન જરૂરિયાતથી પણ વધારે ખુલ્લો ન રાખવો જોઈએ. આ જ રીતે રોજ અલગ અલગ લોકોને મારાથી શક્ય થાય તેટલો બચાવવાનો પ્રયત્ન કરતો રહ્યું છું. અને આગામી સમયમાં પણ લોકોને પાણી બચાવવા માટે જાગૃત કરતો રહીશ

Last Updated : Apr 14, 2023, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.