ETV Bharat / state

Ahmedabad Crime : વેપારી પાસે કરોડોનો માલ ખરીદી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપનાર ઝડપાયા - અમદાવાદમાં કાપડના વેપારી સાથે છેતરપીંડી

અમદાવાદના ચાંદખેડામાં વેપારીને દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપીઓ ઝડપાય ગયા છે. આરોપીઓએ ધંધો શરૂ કરવાનું જણાવી કરોડોના માલ સામાન વેપારી પાસેથી મંગાવી લીધો હતો. બાદ રુપીયા માંગતા આરોપીઓ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.

Ahmedabad Crime : વેપારી પાસે કરોડોનો માલ ખરીદી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપનાર ઝડપાયા

author img

By

Published : Mar 21, 2023, 10:51 AM IST

અમદાવાદ : ચાંદખેડામાં કાપડના વેપારીએ સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીને પૈસા ન આપી દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર મહિલા સહિત 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ કાપડનો ધંધો શરૂ કરવાનો જણાવી કાપડનો માલ સામાન મંગાવી લીધો હતો. તેના આપવાના થતા પૈસા પરત ન આપી તેમજ ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છેતરપિંડી આચરી હતી.

શું હતો સમગ્ર મામલો : અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા રાહુલ મોતીરામ ચૌધરી નામના 37 વર્ષીય કાપડના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વેપારીને સારંગપુરમાં ન્યુ ક્લોઝ માર્કેટ ખાતે કાપડનો વ્યવસાય કરે છે. ફરિયાદી મનન ફેબ્રિક્સ, મહાદેવ એક્સપોર્ટ તેમજ સત્યમ એક્સપોર્ટના નામથી કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના જોધપુરના વેપારીને રાનમલ બોથરા નામના વેપારી જે તેના વતનમાં નજીકમાં રહેતા હોય જાન્યુઆરી 2020માં મુલાકાત થઈ હતી. તેણે મોતીલાલ ઓસ્વાલ તેમજ આયુષ જૈનની સાથે સંપર્ક કરાવ્યો હતો. તેઓની સાથે કાપડનો વેપાર કરે તો સમયસર પૈસા આપી દેશે તેવું જણાવી પૈસાની જવાબદારી પોતે લીધી હતી.

કાપડનો માલ મોકલતા : એપ્રિલ 2022માં મોતીલાલ ઓસ્વાલ તેમજ આયુષ જૈન તેઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેઓ બંને કાપડની દલાલીનો વેપાર કરતા હોય અને તેઓ પ્રાચી ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર મીના જેન ને કાપડનો માલ સામાન જોઈતો હોય તેવો વતી વાતચીત કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ મીના જૈન સાથે વેપાર શરૂ કર્યો હતો. જે બાદ મોતીલાલ ઓસવાલ અને આયુષ્ય ના કહેવા મુજબ તેઓ મીના જેલના સાથે કાપડનો માલ સામાન મોકલતા હતા. તેના બદલામાં તેઓને ચેક મોકલવામાં આવતો હતો. 14મી 09 2022ના રોજ તેઓએ એક MOU કરીને ફરિયાદીના પૈસા સમયસર આપી દેશે તેવું જણાવ્યું હતું.

કેટલા રુપીયા બાકી : મીના જૈન દ્વારા ફરિયાદીના કાપડના પેમેન્ટને ચેક મારફતે મોકલાવતા હતા અને ફરિયાદીને જાણ થઈ હતી કે તેઓએ તમામ ચેકોના પેમેન્ટ સ્ટોપ કરાવી દીધા છે. જેથી આ બાબતે મોતીલાલ ઓસ્વાલ અને આયુષ્યની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મહાદેવ એક્સપોર્ટમાં 2 કરોડ 22 લાખ 77 હજાર રૂપિયા તેમજ સત્યમ એક્સપોર્ટમાં 1 કરોડ 31 લાખ 93 હજાર 181 રૂપિયા પ્રાચી ટેક્સ્ટાઇલના બાકી છે. તેમજ 13 લાખ 24 હજાર રૂપિયા પ્રાચી ઇન્ટરનેશનલના નામના બાકી છે. જે રુપીયા તેઓએ થોડાક સમયમાં આપી દેવા માટે જણાવ્યું હતું.

કેવી ધમકીઓ આપી : વેપારી પૈસા અવારનવાર માંગતા તેઓએ ન ચૂકવીને વાયદાઓ થતાં ફરિયાદીએ મીના જૈનને પૈસાની ઉઘરાણી માટે ફોન કરતા તેણે "મને કોઈ પૈસા માટે ફોન કરતા નહીં, નહીં તો તમને કોટા રેપ કેસમાં ફસાવી દઈશ" તેવી ધમકી આપી હતી. જેથી ફરિયાદીએ રાનમલ બોથરાને પૈસાની ઉઘરાણી માટે ફોન કરતા તેણે આ બાબતે મીના જૈન અને મોતીલાલ ઓસવાલ તેમજ આયુષ જૈન સાથે વાતચીત કરશે અને પૈસા અપાવશે તેવા વાયદા કર્યા હતા, પરંતુ ત્યારબાદ તમામ આરોપીઓએ ફરિયાદીઓનો ફોન ઉપાડવાનું બંધ કરી ફરિયાદીને કાપડના લેવાના નીકળતા 3 કરોડ 67 લાલ 94 હજાર 562 રૂપિયા ન આપીને છેતરપિંડી આચરી હતી.

આ પણ વાંચો : Lawrence Bisnoi Gang: જો 24 કલાકમાં 5 લાખ નહી આપે તો જીવ ગુમાવશે, સુરતના વેપારીનેં લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

આરોપીઓની ધરપકડ : જે બાદ ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, મીના જૈન તે મોતીલાલ ઓસવાલની પત્ની તેમજ આયુષ જૈનની માતા થાય છે. રાનમલ બોથરાની દીકરી થાય છે. આમ તમામ આરોપીઓએ ભેગા મળીને એકબીજાની મદદગારી કરી માલ સામાન મંગાવી ફરિયાદી સાથે છેતરપિંડી આચરી હોય. તેથી આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે મીના જૈન સહિત મોતીલાલ ઓસવાલ અને આયુષ જૈનની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad Crime: ખાલીસ્તાનના નામે મેસેજ મોકલવાના કેસમાં નવો ખૂલાસો, આરોપીનું ખૂલ્યું દુબઈ કનેક્શન

પોલીસનું નિવેદન : આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના PI વી.એસ વણઝારાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ગુનામાં આરોપીઓ પણ વેપારી હોવાથી તેઓની સામે ગુનો નોંધી તેઓએ અન્ય કોઈ વેપારી સાથે આ રીતે આરોપીઓએ ઠગાઈ કરી છે કે, કેમ તે અંગે આરોપીઓના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.