ETV Bharat / state

Corona New Virus: રાજ્યમાં H3N2ની એન્ટ્રી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ વાઈરસને રોકવા એલર્ટ મોડ પર - Corona New Virus

રાજ્યમાં H3N2 વાયરસના કેસ નોંધાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. વાયરસથી બચવા માટે સિવિલના ડેપ્યુટી સુપરિટન્ટન્ટ રજનીશ પટેલે સૂચનો આપ્યા હતા.

Corona New Virus: રાજ્યમાં H3N2ની એન્ટ્રી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ વાઈરસને રોકવા એલર્ટ મોડ પર

author img

By

Published : Mar 14, 2023, 8:23 PM IST

H3N2 અને કોરોનામાં તફાવત

અમદાવાદઃ દેશમાં ત્રણ વર્ષ પછી કોવિડ 19થી રાહત જણાઈ રહી છે. દેશમાં વાઈરલ ઈન્ફેક્શન હવે ચિંતા વધારી રહ્યું છે. ઈન્ફલ્યુએન્ઝા વાઈરસના પેટા પ્રકાર H3N2ના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. જોકે, તેના લક્ષણો પણ કોવિડ જેવા જ છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે, તે કેટલું જોખમી છે. આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી સુપરિટન્ડન્ટ રજનીશ પટેલે કેટલાક સૂચનો કર્યા હતા.

આ પણ વાંચોઃ H3N2 Virus : જો તમે વાયરસથી બચવા માંગતા હોવ તો જનતા અને સરકારે તાત્કાલિક આ કરવું જોઈએ

H3N2ના લક્ષણોઃ બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝશનના મતે, આ ચેપમાં તાવ, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, છાતી કે પેટમાં સતત દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સતત ચક્કર આવવા, ગળામાં દુખાવો અને વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે.

H3N2 અને કોરોનામાં તફાવતઃ મોટા ભાગના લોકોનો તાવ એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે, પરંતુ ઉધરસ મટતા 2 કે તેથી વધુ અઠવાડિયા લાગે છે. આ વાઈરસને લઈને સરકારે દરેક રાજ્યોમાં ગાઈડલાઈન ચાલુ કરી છે. ડોક્ટર અનુસાર કોવિડ અને H3N2 વાઈરસ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે, H3N2 વાઈરસ ઈન્ફલ્યુએન્ઝા Aનો પેટા પ્રકાર છે. બંનેના લક્ષણો લગભગ સરખા જ હોવાથી તફાવત ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. કોવિડ અને ઈન્ફલ્યૂએન્ઝા માટે ટેસ્ટિંગ કિટ પણ અલગ છે. H3N2 ટેસ્ટ બિનજરૂરી અને ખર્ચાળ છે. તો કોવિડ નીચલા શ્વસન માર્ગને અસર કરે છે. જ્યારે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે, જેમાં તાવ અને શરદી-ખાંસી જેવા લક્ષણો લાંબા સમય સુધી રહે છે.

વાઈરસ બાળકો અને વૃદ્ધો મોટા ખતરનાકઃ ડોક્ટરના જણાવ્યા અનુસાર, H3N2 વાઈરસને બાળકો અને વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે, આ જનરેશનમાં સૌથી વધુ ઓછી ઈમ્યુનિટી હોય છે. ઉપરાંત કોઈ બિમારી ધરાવતો વ્યક્તિ આ વાઈરસને ઝપેટમાં ઝડપથી આવી શકે તેવી શક્યતા છે.

આ વાઈરસથી બિમારી ફેલાય છેઃ અત્યંત ચેપી સંક્રમણ ગણાતા H3N2 ઈન્ફલ્યૂએન્ઝા વાઈરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ છિંક ખાય કે ઉધરસ ખાય ત્યારે તેનાથી હવામાં ફેલાતા વાઈરસથી આ બિમારી ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલી કોઈ ચીજવસ્તુ કે તેના સંપર્કમાં આવેલી કોઈ સપાટીને અડવાથી પણ આ વાઈરસ ફેલાઈ શકે છે. તો સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારીથી પીડિત વ્યક્તિઓને વાયરસનું સંક્રમણ થવાનું જોખમ વધારે હોય છે.

આ પણ વાંચોઃ H3N2 virus રાજકોટમાં હજી સુધી એક પણ H3N2ના કેસ નથી આવ્યો, છતાં તંત્ર સજ્જ

સતર્ક રહેવાની જરૂરઃ જોકે, આરોગ્ય વિભાગે આ વાઈરસથી બચવા ગાઈડલાઈન પણ બહાર પાડી છે. જેમાં આ વાઈરસના ચેપથી બચવા નિયમિતપણે હાથ ધોવા, જાહેરમાં હાથ મિલાવવાનું અને થૂંકવાનું ટાળો, આંખો અને નાકને સ્પર્શ કરવાનું ટાળો, ખાંસતી વખતે મોં અને નાકને ઢાંકવું, માસ્ક ફરજિયાત પહેરો, પ્રદૂષિત સ્થળોએ જવાનું ટાળો અને વધુને વધુ પ્રવાહીનું સેવન કરવા લોકોને સૂચન કરવામાં આવ્યા છે. જોકે, સરકાર પણ આ વાઈરસને લઈને ચિંતિત છે, પરંતુ આપણે સજાગતા રાખીશું તો કોરોનાની જેમ H3N2 વાઇરસને પણ હરાવવામાં ચોક્કસ સફળતા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.