અમદાવાદ : ગુજરાત રાજ્યનું એક મહત્વપૂર્ણ આર્થિક હબ પાટનગર તરીકે ઓળખવામાં (Ahmedabad city became a member of C40)આવે છે. શહેરી વિસ્તારોમાં ટકાઉ અને સર્વ સમાવેશક વિકાસને વેગ (C40 Cities Climate Leadership Group)આપવાના હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્માર્ટ સિટીઝ પ્રોગ્રામમાં (Smart Cities Program )ભાગ લેનાર પ્રથમ 100 શહેરોમાંનું એક શહેર અમદાવાદ હતું.
![C40માં સમાવેશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15833404_ahd01_aspera.jpg)
આ પણ વાંચોઃ સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી
C40 કામ શું છે ? - C40એ આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ વિશ્વની મેગા સિટીઝનું નેટવર્ક છે. C40 એ વિશ્વના શહેરોને અસરકારક રીતે સહયોગ કરવા, જ્ઞાન વહેંચવા અને આબોહવા પરિવર્તન પર અર્થપૂર્ણ માપી શકાય તેવી અને ટકાઉ કાર્યવાહી કરવા( Ahmedabad city C40 india )માટે સમર્થન આપે છે.
C40 એશિયાનું દસમું શહેર બન્યું અમદાવાદ - C40ની સ્ટીયરીંગ કમિટી દ્વારા 30 જૂન 2022ના રોજ અમદાવાદ શહેરની C40ના સભ્યપદ માટેની અરજીને મંજુરી આપવામાં આવેલ છે. જે સાથે જ અમદાવાદ શહેર દક્ષિણ અને પશ્ચિમ એશિયામાંથી C40માં જોડાનાર દસમું શહેર તથા ભારતમાંથી C40 માં( C40 India)જોડાનાર છઠું શહેર બની ગયું છે.C40 સંગઠન આબોહવા પરિવર્તનના વિતરણ અને મુખ્ય પ્રવાહને સરળ બનાવવા માટે અમદાવાદ શહેર સાથે મળીને કામ કરશે.