ETV Bharat / state

Ahmedabad Crime : નવા નરોડામાં એક જ સોસાયટીમાં રહેતા નરાધમે બાળકને ધાબે લઈ જઈને ન કરવાનું કર્યું - Rape of child in Nava Naroda

અમદાવાદના નવા નરોડામાં 9 વર્ષના બાળકને હવસનો શિકાર બનાવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. તેની સોસયટીમાં રહેતા નરાધમે બાળકને લલચાવીને અગાસી પર જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, ત્યારે પોલીસ ફરીયાદના આધારે તપાસ કરતા આરોપીની ધરપકડ કરાઈ છે.

Ahmedabad Crime : નવા નરોડામાં એક જ સોસાયટીમાં રહેતા નરાધમે બાળકને ધાબે લઈ જઈને ન કરવાનું કર્યું

author img

By

Published : Jul 11, 2023, 4:52 PM IST

અમદાવાદના નવા નરોડામાં 9 વર્ષના બાળકને હવસનો શિકાર બનાવ્યો

અમદાવાદ : શહેરના નવા નરોડા વિસ્તારમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. બાળકને લલચાવી તેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી છે. જોકે પરિવારને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપોની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા નવા નરોડામાં આવેલી એક સોસાયટીમાં રહેતા એક પરિવારે પોતાના 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ફરિયાદીની જ સોસાયટીમાં રહેતા યોગેશ ઉર્ફે યોગો સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે.

આ અંગે પોલીસે ફરિયાદને આધારે આરોપી યોગેશ ઉર્ફે યોગો સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મેડિકલ ટેસ્ટ સહિતની કામગીરી કરીને આરોપીની વધુ તપાસ ચાલુ છે. - એ.જે. ચૌહાણ (PI , કૃષ્ણનગર પોલીસ સ્ટેશન)

લાલચ આપી બાળકને લઈ ગયો : આરોપી યોગેશ સોલંકીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, સોમવારે સવારે જ્યારે બાળક તેના ઘરેથી રમવા બહાર નીકળ્યો હતો, ત્યારે આરોપી યોગેશે બાળકને તેના અન્ય મિત્રો મારા ઘરે રમે છે અને તેને ચોકલેટ આપું તેવી લાલચ આપી બાળકને ધાબા પર લઈ ગયો હતો અને ત્યાં બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જોકે સમગ્ર મામલે પરિવારને ખ્યાલ આવતા આરોપી યોગેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

  1. Surat Crime : બે સંતાનની માતા પર દુષ્કર્મ આચરતો યુવક, પતિએ હિંમત બંધાવતાં મહિલાએ કરી પોલીસ ફરિયાદ
  2. Love jihad: મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને લગ્નના વાયદા કર્યા, દુષ્કર્મ કરી હિન્દુ યુવક સાથે પરણાવી દીધી
  3. Rajkot Crime: રાજકોટમાં 13 વર્ષની તરુણીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપી ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.