ETV Bharat / state

Ahmedabad Bodakdev Police Station : અમદાવાદના બોડકદેવને નવું પોલીસ સ્ટેશન મળ્યું, જેની 3 ખાસ બાબતો વિશે જાણો

author img

By

Published : Jan 31, 2023, 7:01 PM IST

બોડકદેવનું નવું પોલીસ સ્ટેશન આખરે શરુ થઇ ગયું છે. અમદાવાદ પોલીસના બોડકદેવ પોલીસ સ્ટેશન (Ahmedabad Bodakdev Police Station )ને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોકાર્પિત (Inauguration by CM Bhupendra Patel )કર્યું છે. આ નવા પોલીસ સ્ટેશનની ડ્રોન યુનિટ (Drone unit )સહિતની કેટલીક બાબતો તેને ખાસ બનાવી રહી છે.

Ahmedabad Bodakdev Police Station : છેવટે બોડકદેવનું નવું પોલીસ સ્ટેશન મળ્યું, આની 3 ખાસ બાબતો જાણી લો

આ પોલીસ સ્ટેશનમાં ડ્રોન યુનિટ, સાયબર ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નવનિર્મિત બોડકદેવ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થઇ ગયું છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વનું છે કે આ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ સ્કવોર્ડ તૈયાર કરાયા છે.

બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તાર : અમદાવાદ શહેરના પશ્ચિમમાં આવેલા બોડકદેવ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાબત છેલ્લા ઘણા સમયથી ચર્ચાઇ રહી હતી, ત્યારે તમામ અટકળોનો અંત આવ્યો છે. અ અંતે બોડકદેવ વિસ્તારને નવું પોલીસ સ્ટેશન મળ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે. બોડકદેવ વિસ્તાર અત્યાર સુધી સોલા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં રાખવામાં આવ્યું હતું જો કે હવે નવું પોલીસ સ્ટેશન મળતા આ મામલે સિંધુ ભવન રોડથી લઈને થલતેજ સુધીનો પટ્ટો બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં સામેલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો Development Work of Surat : સુરતમાં બનશે દૈશની સૌથી ઊંચી સરકારી ઈમારત, CMએ કર્યું ખાતમુહૂર્ત

આ 3 વિભાગની વિશેષતા : નવા બનાવવામાં આવેલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અગાઉ ખોખરામાં ફરજ બજાવતા પીઆઈ એ.આર. ધવનને મુકવામાં આવ્યા છે. વાત કરવામાં આવે તો આ પોલીસ સ્ટેશનની અનેક વિશેષતાઓ જોવા મળી છે. આ પોલીસ સ્ટેશનમાં ડ્રોન યુનિટ, સાયબર ઇન્ટેલિજન્સ અને નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે.

ડ્રોન યુનિટની વિશેષતા : ડ્રોન યુનિટમાં બોડકદેવ પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ અને વિસ્તારમાં આવતા તમામ જગ્યાઓ કે જ્યાં સૌથી વધુ લોકો એકઠા થતા હોય અથવા તો નશાના કારોબાર સાથે સંકળાયેલા શખ્સો અને ગ્રાહકો ભેગા થતા હોય તેવા જગ્યા ઉપર ખાસ ડ્રોનથી વોચ રાખવામાં આવશે. સાથોસાથ બોડકદેવ વિસ્તારમાં આવતા સિંધુભવનમાં સર્જાતા ટ્રાફિકજામ ઉપર પણ ડ્રોનથી બાજ નજર રાખવામાં આવશે.

સાયબર ઇન્ટેલિજન્સ : સાયબર ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો ઉપર ખાસ વોચ રાખવામાં આવશે. એક ખાસ સિસ્ટમ થકી વિશ્વમાં સૌથી વધુ ચર્ચાઇ રહેલા ટ્રેન્ડિંગ ટોપીક જેના ઉપર સૌથી વધુ ટ્વીટ થઈ રહ્યા હોય તે ટ્વીટ કરનારનું લાઈવ લોકેશન અને ટ્વીટની વિગત સાથે મોનિટરિંગ કરવામાં આવશે. જેમાં પોઝિટિવ નેગેટિવ ટ્વિટ અંગે જાણી શકાશે.

આ પણ વાંચો Night Half Marathon અમદાવાદ પોલીસે યોજી નાઈટ હાફ મેરેથોન, 1 લાખ લોકો જોડાયા

નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ : સિંધુભવન રોડ ઉપર તેમજ રીંગરોડ સહિતના વિસ્તારોમાં સૌથી વધુ નશાના બંધાણી યુવાનો મળી આવતા હોય છે. તેવામાં બોડકદેવ પોલીસ દ્વારા હવે નાર્કોટિક્સની મદદથી વિસ્તારમાં અલગ અલગ કેફે તેમ જ જાણીતી જગ્યા ઉપર સમયાંતરે ડ્રગ ટેસ્ટિંગ કીટથી શંકાસ્પદ જણાતા યુવાનોનું ડ્રગ ટેસ્ટ કરવામાં આવશે. જેમાં ગણતરીના કલાકોમાં તેનું રિઝલ્ટ મેળવી યુવાધનને ડ્રગ્સના નશામાં બરબાદ થતાં અટકાવવાની કામગીરી કરવામાં આવશે.

ખાસ જાહેરાત કરવામાં આવી : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બોડકદેવ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને ખાસ જાહેરાત કરી હતી, જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં પોલીસ સ્ટેશનની પાસે એક ભવ્ય બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. જે બિલ્ડિંગમાં શહેરના પશ્ચિમ વિસ્તારને એક ડીસીપી તરીકે આઈપીએસ અધિકારી આપવામાં આવશે. સાથોસાથ સાયબર ક્રાઇમ સહિતના અલગ અલગ યુનિટો પણ તે બિલ્ડિંગમાં બેસીને પશ્ચિમ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવાની મહત્વની ભૂમિકા ભજવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.