ETV Bharat / state

અમદાવાદ બ્લાસ્ટ કેસ : સ્પે. કોર્ટે મધ્યપ્રદેશ સરકાર વિરુદ્ધ કન્ટેમ્પટ કાર્યવાહી કરવા પર હાઇકોર્ટે રોક લગાવી

અમદાવાદ : શહેરમાં 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના પ્રકરણમાં 10 આરોપીઓને ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવા અને તેમની જુબાની ન થાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની કસ્ટડીમાં રાખવાનો આદેશ ટ્રાયલ કોર્ટે કર્યો હતો. આ નિર્દેશોનો ભોપાલ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મધ્યપ્રદેશના DG (જેલ) અમલ કરવામાં નિષ્ફળ રહે તો તેમની વિરૂદ્ધ કોર્ટના આદેશના તિરસ્કાર(કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ની કાર્યવાહી વિના કોઇ નોટિસ કરવામાં આવશે. તેવો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ બ્લાસ્ટ કેસ
author img

By

Published : Jun 20, 2019, 11:37 PM IST

ટ્રાયલ કોર્ટના આદેશને મધ્યપ્રદેશના ગૃહ વિભાગ અને જેલ ઓથોરિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ.વોરાએ પ્રથમદર્શ્યા ટ્રાયલ કોર્ટે પોતાના હુકૂમત ક્ષેત્રને ઓળંગ્યો હોવાનું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. આ કેસમાં રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. કન્ટેમ્પ્ટની કાર્યવાહી સામે સ્ટે ફરમાવ્યો છે.

હાઇકોર્ટના જસ્ટિસ વોરાએ આદેશમાં નોંધ્યું છે કે,‘કાયદાની જોગવાઇઓ પણ સબઓર્ડિનેટ કોર્ટોના સંદર્ભે જ્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મુદ્દો ઉપસ્થિત થાય છે. માત્ર હાઇકોર્ટ જ કાર્યવાહી કરી શકે છે. જેથી પ્રથમ કેસમાં ટ્રાયલ કોર્ટે પોતાની હુકૂમત ક્ષેત્રનો ઉલ્લંઘન કર્યો હોવાથી આ કેસ ધ્યાનમાં લેવા યોગ્ય બને છે.’ આ ઉપરાંત હાઇકોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીને ચાલુ રાખવા અને જે વિડીયો કોન્ફરન્સિંગથી પ્રક્રિયા થઇ રહી છે. તેમાં હાઇકોર્ટ સમક્ષ આ કેસ પેન્ડિંગ હોવાથી મુદતો નહીં પાડવાનો આદેશ પણ કર્યો છે.

R_GJ_AHD_17_20_JUNE_2019_AMDAVAD_BLAST_SPECIAL_COURT_CONTEMT_KARYAVAHI_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - અમદાવાદ બ્લાસ્ટ કેસ; સ્પે.કોર્ટ મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ કન્ટેમ્પટ કાર્યવાહી કરવા પર હાઇકોર્ટે રોક લગાવી

2008ના સિરિયલ બ્લાસ્ટ કેસના પ્રકરણમાં ૧૦ આરોપીઓને ભોપાલની સેન્ટ્રલ જેલમાંથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવા અને જ્યાં સુધી તેમની જુબાની ન થઇ જાય ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની કસ્ટડીમાં રાખવાનો આદેશ ટ્રાયલ કોર્ટે કર્યો હતો. જો આ નિર્દેશોનો ભોપાલ સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મધ્યપ્રદેશના ડીજી (જેલ) અમલ કરવામાં નિષ્ફળ રહે તો તેમની વિરૂદ્ધ કોર્ટના આદેશના તિરસ્કાર(કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ની કાર્યવાહી વિના કોઇ નોટિસ આપ્યા કરવામાં આવશે તેવો પણ આદેશ કરવામાં આવ્યો હતો. તેથી ટ્રાયલ કોર્ટના આદેશને મધ્યપ્રદેશના ગૃહ વિભાગ અને જેલ ઓથોરિટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ.વોરાએ પ્રથમદર્શ્યા ટ્રાયલ કોર્ટે પોતાના હુકૂમત ક્ષેત્રને ઓળંગ્યો હોવાનું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. આ કેસમાં રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને કન્ટેમ્પ્ટની કાર્યવાહી સામે સ્ટે ફરમાવ્યો છે. 

હાઇકોર્ટના જસ્ટિસ વોરાએ આદેશમાં નોંધ્યું છે કે,‘કાયદાની જોગવાઇઓની રૂએ પણ સબઓર્ડિનેટ કોર્ટોના સંદર્ભે જ્યારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મુદ્દો ઉપસ્થિત થાય છે કે માત્ર હાઇકોર્ટ જ કાર્યવાહી કરી શકે છે. જેથી પ્રથમદર્શયા પ્રસ્તુત કેસમાં ટ્રાયલ કોર્ટે પોતાની હુકૂમત ક્ષેત્રનો ઉલ્લંઘન કર્યો હોવાથી આ કેસ ધ્યાનમાં લેવા યોગ્ય બને છે.’ આ ઉપરાંત હાઇકોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહીને ચાલુ રાખવા અને જે વિડીયો કોન્ફરન્સિંગથી પ્રક્રિયા થઇ રહી છે તેમાં હાઇકોર્ટ સમક્ષ આ કેસ પેન્ડિંગ હોવાથી મુદતો નહીં પાડવાનો આદેશ પણ કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.