અમદાવાદ: (Ahmedabad atm fraudster) સિનિયર સિટીઝનોને છેતરતા ઠગને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે. (atm fraudster accused arrested in sarkhej) રાજવીર ઉર્ફે ચિન્ટુ ભટ્ટ નામનો ઠગ ATM સેન્ટર પર પૈસા ઉપાડનાર ગ્રાહકને મદદ કરવાના બહાને કાર્ડમાંથી પૈસાની ઠગાઇ આચરવામાં માસ્ટર માઈન્ડ છે. ઠગ ATMમાં આવતા વૃદ્ધ લોકોને તેનો ટાર્ગેટ બનાવતો (Ahmedabad atm fraudster target senior citizen ) અને ATM કાર્ડનો ઉપયોગ કરતા ન ફાવતું હોય તેવા લોકોને પૈસા કાઢવાની મદદ કરવાનું કહીને તેમનો પાસવર્ડ જાણી લેતો અને ત્યાર બાદ તેમનું કાર્ડ બદલીને ઠગાઈ આચરતો.
આ પણ વાંચો: લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર
આરોપી રાજવીર શરૂઆતમાં મોજશોખ પુરા કરવા માટે નાની મોટી ચોરી કરતો. જેને લઈને તેના પિતાએ ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગયો હતો. જે કે તેના મોજશોખ પૂરા ન થતા ATMમાંથી પૈસા ઉપડવાવામા વૃદ્ધો સહિતના લોકોને તકલીફ પડતી હોવાથી તેમને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું. જેમાં છેલ્લા 7 વર્ષથી આરોપી ATM સેન્ટર પર મદદ કરવાના બહાને કાર્ડ બદલી લાખો રૂપિયાની ઠગાઇ આચરી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 22 મહિનાથી આરોપી સેન્ટ્રલ જેલમાં આ ATM ફ્રોડના ગુનામાં હતો, પરતું બે મહિનાથી બહાર નીકળતા જ ફરી એક વખત આ રીતની ઠગાઇ કરવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ઈતિહાસમાં પ્રથમવાર સુરીનામના રાષ્ટ્રપ્રમુખ સોમનાથની મુલાકાતે
આરોપી સરખેજ પોલીસની પકડમાં ત્યારે આવ્યો જ્યારે આણંદ ચોકડી પાસે ડિસેમ્બર 2022માં એક સિનિયર સીટીઝનની મદદ કરવાના બહાને પૈસા ઉપડ્યા હતા. જેમાં સરખેજ પોલીસ તપાસ કરતા એક શંકાસ્પદ કારના સીસીટીવી મળ્યા હતા, જેના આધારે તપાસ કરી રાજવીર ભટ્ટને દબોચી તેની પાસેથી 30 જેટલા ગ્રાહકોના એટીએમ કાર્ડ, કાર, 42 હજાર રોકડ મળી આવ્યા હતા અને છેલ્લા બે મહિનામાં 14 જેટલા ગુના અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. વર્ષ 2020માં સાયબર ક્રાઇમ બ્રાંચે ઠગ રાજવીરને પકડ્યો, ત્યારે 21 જેટલા ATM ફોર્ડ ગુના કર્યા હતા.
મહત્વની વાત છે કે, ઠગ રાજવીર ભટ્ટએ અમદાવાદ, વલસાડ, વડોદરા ગાંધીધામ કચ્છ, મુંબઈ સહિત અનેક જગ્યાએએ 14થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી છે. આ ઠગાઇના પૈસાનો ઉપયોગ મોજ શોખ પુરા કરવા માટે કરતો હતો. આરોપી રાજવીર ભટ્ટ ઠગાઇ કરેલા પૈસા મોજાશોખ માટે મુંબઈમાં ડાન્સબારમાં છોકરીઓ પાછળ ઉડાવતો (spend money on mumbai bar dancer) હતો. જેથી આરોપી કબૂલાત કરી છે કે, મોજશોખ પુરા કરવા માટે ફ્રોડ કરવાનું નક્કી કર્યું. જેને લઈ એક રીઢો બનેલો ઠગ ફરી એક વખત તેને ભરેલા પગલાએ તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.