અમદાવાદ : અમદાવાદની ખાનગી હોસ્પિટલે ધ દા વિન્સી xl રોબોટિક સર્જીકલ સિસ્ટમ નામની એક નવીનતમ સર્જિકલ પ્રોસીઝર શરૂ કરી છે. આ એક એવી સર્જીકલ પ્રોસીજર છે કે જેનાથી સર્જરીમાં વધુ ચોકસાઈપૂર્વક કામ કરી શકાશે. આ અદ્યતન ટેકનોલોજી એ એક મહત્વનું સીમાચિન્હ સાબિત થશે અને તેનાથી સર્જીકલ હેલ્થકેર ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે. દર્દીઓ તેમજ સર્જન ડોક્ટર માટે નવી સંભાવનાઓ અને નવી દિશાઓ ખુલશે.
આ તક્કે કોણ કોણ હાજર રહ્યુ : ધ દા વિન્સી xl રોબોટિક સર્જીકલ સિસ્ટમની રજૂઆત શુક્રવારે ગુજરાતના આરોગ્ય અને કલ્યાણ પ્રધાન ઋષિકેશ પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે નીરજલાલ, હયુનિટ હેડ એન્ડ સીઓઓ, ગુજરાત ક્ષેત્ર, ડૉ. અભિજાત શેઠ, ડાયરેક્ટર મેડિકલ સર્વિસીસ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંબોધનમા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે અદ્યતન રોબોટિક સર્જીકલ સિસ્ટમ અને અન્ય મેડિકલ ટેકનોલોજી અમદાવાદમાં રજુ કરવા બદલ હસ્પિટલની પ્રશંસા સાથે આભાર વ્યક્ત કર્યો હતો.
મેડિકલ ક્ષેત્રે મહત્વનું પગલું : આ પ્રસંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ઉભરતી આરોગ્યલક્ષી ટેકનોલોજીનો ઉપયોગ હવે મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર અસરકારક શાસન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. અમદાવાદની આ હોસ્પિટલ ટેકનોલોજીની તાકાતનો લાભ લેવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યારે સ્વાગત પ્રવચનમાં નીરજલાલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં અમે ઇનોવેશન અને ઉભરતી અદ્યતન ટેકનોલોજી અપનાવીને પ્રિશિસનને નવી વ્યાખ્યા આપી દર્દીઓની સંભાળ લેવા માટે અને ભારતમાં હેલ્થકેર ક્ષેત્રના ભવિષ્યના નિર્માણ માટે અમે કટિબદ્ધ છીએ. ધ દા વિન્સી xl રોબોટિક સર્જીકલ સિસ્ટમની શરૂઆત એ મેડિકલ ક્ષેત્રે મહત્વનું પગલું છે.
દર્દીઓની જટિલ સર્જરીની જરૂરિયાત : આ પદ્ધતિને કારણે અમે જટિલ પ્રકારની સર્જીકલ પ્રક્રિયાઓ સરળતાથી હાથ ધરી શકશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ધ દા વિન્સી XL રોબોટિક સર્જીકલ સિસ્ટમના કારણે હોસ્પિટલના ક્લિનિકલ આઉટકમમાં સુધારો કરીને દર્દીઓની જટીલ સર્જરીની જરૂરિયાતો પૂરી કરશું. સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ઓનકોલોજી, યુરોલોજી, કોલોરેક્ટલ, જનરલ સર્જરી, ગાયનેકોલોજી અને ગેસટ્રો - ઇન્ટનસીનલ જેવા જટિલ સર્જરીમાં તેનો ઉપયોગ થઈ શકે. ધ દા વિન્સી xl રોબોટિક સર્જીકલ સિસ્ટમ પદ્ધતિથી અપવાદરૂપ ચોકસાઈ, કાર્યક્ષમતા અને સલામતી પ્રાપ્ત થાય છે. રોબોટિક પ્રોસિજર એ ઓપન અને લેપ્રોસ્કોપીક સર્જરીનો બેહતર વિકલ્પ છે અને ટેકનિકલી પડકારરૂપ પરિસ્થિતિમાં ચોક્કસ લાભ પૂરો પાડે છે..
- NAMO Medical College: PM મોદી સેલવાસ ખાતે નમો મેડિકલ કોલેજનું કરશે ઉદ્ઘાટન, જાણો વિદ્યાર્થીઓને શું થશે ફાયદો
- Liver Transplant : પિડિયાટ્રિક લીવર ટ્રાન્સપ્લાન્ટની મહત્ત્વની પ્રક્રિયાઓ માટે વિશ્વના નિષ્ણાતો સાથે કામ કરશે લીવર કેર પ્રોગ્રામ
- Junior Sudha Chandran : એક પગ ગુમાવ્યો, બીજા પગ પર સર્જરી... અંજનાશ્રી પ્રોસ્થેટિક પગ સાથે કરે છે અદ્ભુત ડાન્સ