ETV Bharat / state

Decrease in prices of vegetables : શાક માર્કેટમાં શાકભાજીની આવક વધવાથી કિંમતોમાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો - શાક માર્કેટ

અમદાવાદ જમાલપુર ખાતે APMC શાકમાર્કેટમાં શાકભાજીની આવક વધતા શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ટામેટા એક સમયે હોલસેલમાં 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વહેંચાતા હતા તે હવે 65 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યા છે. વાંચો શાકભાજીના ભાવમાં ઘટાડાની ખુશખબર

માર્કેટમાં ટામેટાની આવક વઘી
માર્કેટમાં ટામેટાની આવક વઘી
author img

By

Published : Aug 14, 2023, 5:57 PM IST

શાકભાજીના ભાવ ઘટશે

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઈ ત્યારે શાકભાજીના ભાવ આસમાને જોવા મળ્યાં હતાં. જેમા રસોઈમાં સૌથી વધુ જરૂર હોય તેવા ટામેટા ભાવ 150 રૂપિયાથી વધુ પહોંચ્યા હતા. જેના કારણે લોકો જમવાનો સ્વાદ પણ બગડ્યો હતો. જો કે હવે વરસાદે વિરામ લીધો હોવાના કારણે શાકભાજીની આવકમાં વધારો અને કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં મુશળધાર વરસાદ વખતે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા હતા. જેના કારણે ગૃહિણી બજેટ તો ખોરવાઈ હતું. પરંતુ છેલ્લા કેટલાંક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે માર્કેટમાં શાકભાજી આવક જોવા મળી રહી છે. જેના કારણે દરેેક શાકભાજીમાં અંદાજીત 30 ટકા જેટલો ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ટમેટામાં 20 ટકા જેટલો ભાવમાં ઘટડો નોંધાયો છે. આવનાર દિવસોમાં પણ હજુ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના સેવાઈ રહી છે...અહેમદ પટેલ(વેપારી, જમાલપુર APMC)

હોલસેલ ભાવમાં ઘટાડોઃ અમદાવાદ જમાલપુર શાક માર્કેટના હોલસેલ બજારમાં ભાવની વાત કરવામાં આવે તો જે એક સમયે ટામેટા 120થી 140ની આસપાસ ભાવ ચાલી રહ્યો હતો. તેનો ભાવ હવે 65 થી 70 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે કોબીજ 18થી 20 રૂપિયા , ફુલાવર 15 થી 20 રૂપિયા ,સરગવો 25 થી 30 રૂપિયા, રીંગણ 20 થી 25 રૂપિયા, કોથમી 12 થી 15 રૂપિયા કિલોના ભાવે હોલસેલમાં વેચાઈ રહી છે.

રિટેલ શાકભાજી હજુ પણ મોંઘાઃ એકબાજુ હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ છૂટક બજારમાં ભાવ હજુ પણ આસમાને જોવા મળી રહ્યા છે.જેમાં ટમેટાં હજુ પણ 100 રૂપિયાના કિલો વહેંચાઈ રહ્યા છે. જ્યારે ડુંગળી 50 રૂપિયા, બટાકા 30 રૂપિયા, રીંગણ 80 રૂપિયા, દૂધી 40 રૂપિયા, વટાણા 100 રૂપિયા, ફુલેવર 80 રૂપિયા, ગવાર 90 રૂપિયા, ભીંડો 40 રૂપિયા અને કોથમરી 40 રૂપિયાના કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

  1. Vegetable Price: હોલસેલમાં શાકભાજીના ભાવ ઘટ્યા, લીંબુ રૂપિયા 80ના કિલો
  2. Vegetables Pulses Price : શાકભાજી કઠોળના ભાવ ફરી ઉપર નીચે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.