ETV Bharat / state

Ahmedabad News : યુવાનોમાં હાર્ટએટેક અને H3N2 વાયરસને લઈને ચિંતા, શ્વેતપત્રો પાડ્યા બહાર - અમદાવાદમાં કોરોના કેસ

અમદાવાદમાં H3N2 વાયરસ અને યુવાનોમાં હાર્ટએટેકના વધતા પ્રમાણને અટકાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન વાયરસ ચેપી રોગ નિષ્ણાંત સર્વસંમતિ નામના શ્વેતપત્રો બહાર પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોવિડ પછી યુવાનોમાં હાર્ટએટેક પ્રમાણ કેમ વધી રહ્યું છે તેના સંશોધનને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

Ahmedabad News : યુવાનોમાં હાર્ટએટેક અને H3N2 વાયરસને લઈને ચિંતા, શ્વેતપત્રો પાડ્યા બહાર

author img

By

Published : Mar 20, 2023, 9:18 AM IST

Updated : Mar 20, 2023, 12:37 PM IST

વર્તમાન વાયરલ ચેપી રોગ નિષ્ણાંત સર્વસંમતિ શ્વેતપત્ર પાડ્યા બહાર

અમદાવાદ : અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા કીડી નેશનલ પલ્મોનોલોજી અને ક્રિટિકલ કેર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં ચાલી રહેલા વાયરલ ઇન્ફેક્શન વિશે ગહન પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વાયરલ ઇન્ફેક્શન ખૂબ ઊંડાણપૂર્વક વધી રહ્યું છે. જેને લઈને જાહેર જનતાની જાગૃતિ વધારવા માટે "વર્તમાન વાયરસ ચેપી રોગ નિષ્ણાંત સર્વસંમતિ" નામના બે શ્વેતપત્રો પણ બહાર પાડવામાં આવ્યા હતા.

યુવાનો હાર્ટએટેક આવવાનું કારણનું સંશોધન ચાલુ : ડોક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવિડ પછી હાર્ટએટેક આવવાના કેસ વધી ગયા છે. કોરોના થયો તેને હાર્ટએટેક આવે છે. તેવું હજુ સુધી સાબિત થયું નથી પરંતુ હા એટલું કહી શકીએ કે કોરોના બાદ યુવાનોની અંદર હાર્ટએટેક આવવાના કિસ્સા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હાલ અમે લોકો એની પાછળ સંશોધન કરી રહ્યા છીએ કે આ હાર્ટએટેક આવવાનું કારણ મુખ્ય શું છે. અચાનક કોરોના બાદ જ કેમ હાર્ટએટેકના કિસ્સાઓ વધી ગયા છે.

ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વિવિધ પ્રકાર : નિષ્ણાંતોનું માનવું છે કે, કોવિડ 19ની જેમ ઈન્ફલ્યુએન્ઝા રાયનો વાયરસ અને અન્ય વાયરસ શ્વાસ સંબંધી વાયરલ બીમારીઓનું કારણ બની શકે છે. ઇન્ફલ્યુએન્ઝા વાયરસના અનેક પ્રકાર છે. જેમાં H1N1અને H3N2 જેવા પ્રકારના શ્વાસોશ્વાસની બીમારીનું કારણ પણ બની શકે છે. જો કે કોવિડ19 અને ઈન્ફલ્યુએન્ઝા લક્ષણોમાં સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. વાયરલ ઇન્ફેક્શન શ્વાસની બીમારીઓ વચ્ચે નોંધપાત્ર ક્લિનિકલ ઓવરલેપ જોવા મળી શકે છે. તેથી ચેપના પ્રકાર શોધવા માટે એકમાત્ર રસ્તો પરીક્ષણ છે.

આ પણ વાંચો : Bhavnagar preparation for H3N2: કોરોનાના વધતા કેસ અને H3N2ના આવેલા કેસ બાદ વોર્ડ શરૂ,

ઇન્ફલ્યુએન્ઝા લક્ષણો : ઇન્ફલ્યુએન્ઝાના લક્ષણોની વાત કરવામાં આવે તો, તાવ ગળામાં દુખાવો વહેતું નાક સૂકી ઉધરસ જે સામાન્ય લક્ષણો છે. અન્ય લક્ષણોની વાત કરવામાં આવે તો, શરીરમાં દુખાવો, ઝાડા થવા, પેટમાં દુખાવો જેવા પણ ઇન્ફલ્યુએન્ઝાના જ લક્ષણો જોવા મળી આવે છે. જો આવા લક્ષણો જોવા મળે તો હેલ્થ કેર પ્રોફેશનલની સલાહ લેવી અને એન્ટિબાયોટિક્સ ની દવાઓ શરૂ કરવી એન્ટિબાયોટિક્સની નોંધપાત્ર અસરો જોવા મળી શકે છે. જેનો અયોગ્ય ઉપયોગ ક્યારેક ઘાતક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : શનિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસ, અમદાવાદમાં સૌથી વધારે

ભીડભાડ વિસ્તારમાં જવું નહીં : ડો.રાજાધારે જણાવ્યુ હતું કે, H3N2 આવનારા સમયની અંદર પીક પર હશે થોડા દિવસોમાં કેસ આવશે, ત્યારબાદ આ વાયરસ ધીમે ધીમે નબળો પડી જશે, પરંતુ ટ્રાવેલિંગ વધારે પડતી ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવું જોઈએ ખાસ કરીને ઘરના વડીલોથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ડાયાબિટીસ હાર્ટએટેક અને ડાયાલિસિસના દર્દીને ઇન્ફલ્યુએન્ઝાના વાયરલ ઇન્ફેક્શન દરમિયાન તકેદારી રાખવી જરૂરી બની જાય છે. આ કાર્યક્રમમાં ડો. રણદીપ ગુલેરિયા, ડો.સંદીપ અટ્ટવર, ડો.રાજાધાર, ડો.રિતેશ અગ્રવાલ, ડો.પરીક્ષિત પ્રયાગ સહિતના સમગ્ર દેશમાંથી ડોકટર હાજર રહ્યા હતા.

Last Updated : Mar 20, 2023, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.