અમદાવાદ : શહેરમાં ગોમતીપુર વિસ્તામાં સિલાઈકામ કરતા ઇમરણખાન પઠાણે ઇમરાન અને મોહમંદ શરીફ વિરુદ્ધમાં હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યાં મુજબ બે વર્ષ અગાઉ મોહંમદ શરીફ સાથે સામે જોવા બાબતે ઝગડો થયો હતો. તે સમયે ઇમરણખાને મોહમંદને ગંભીર મારમાર્યા હતો. જેથી ઇમરાન ખાન વિરુદ્ધમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફળિયાદ નોંધાઈ હતી અને તેની અટકાયત પણ કરવામાં આવી હતી.
બે દિવસ અગાઉ રાતના ત્રણ વાગ્યાની આસપાસ ઇમરણખાન અને તેના મિત્ર પણ પાર્લર પાસે બેઠા હતા, ત્યારે શરીફ અને તેનો ભાઈ ઇમરાન તથા તેનો સાડો અને અન્ય એક વ્યક્તિ ઇમરણખાન પાસે આવ્યા હતા. શરીફ તેની સાથે તલવાર લઈને આવ્યો હતો જેથી ઇમરણખાન બીકના મારે ત્યાંથી ભાગ્યો હતો અને તેની પાછળ તમામ લોકો ભાગ્ય અને ગોમતીપુર કન્યા શાળા પાસે ઇમરણખાન પર તલવાર વડે હુમલો કર્યો અને તેને પાઇપ વડે પણ માર્યો હતો. જેમાં ઇમરણખાનને ગંભીર ઇજાઓ થઈ હતી.
મારમાર્યા બાદ ઇમરણખાનને કહ્યુ હતુ કે, જો હવે ઝગડો કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ઇમરણખાને બુમો પડતા આસપાસના લોકો ભેગા થયા હતા અને મરનાર લોકો નાસી ગયા હતા. આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હુમલાખોર અને ઇમરણખાન ભાગતો હોય તેવા CCTV પણ સામે આવ્યાં હતા.