ETV Bharat / state

કોરોનામાં જોવા મળી કોમી એકતાની મિસાલ, જયકર પટેલને દરગાહે આપ્યો આશરો - અમદાવાદ

કપરી પરિસ્થિતિમાં પણ માનવતાના ઉદાહરણ સામે આવે ત્યારે આધુનિક સમયે હજુ મનુષ્યના હૃદયને જીવંત રાખ્યું હોવાની પ્રતિતિ થતી રહે છે. લોકડાઉનના સમયે ફસાઈ ગયેલાં લોકોને મદદ કરનારા એવી જ મિસાલ રજૂ કરી રહ્યાં છે. કાલુપુર વિસ્તારની દરગાહનો આ કિસ્સો જાણવા જેવો છે.

કોરોનામાં જોવા મળી અનોખી કોમી એકતાની મિસાલ, જયકર પટેલને દરગાહે આપ્યો આશરો

author img

By

Published : Mar 26, 2020, 9:23 PM IST

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો કહેર દિવસેને દિવસે વધતો જ જાય છે. રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક દિવસ માટે જનતા કરફ્યુનો અમલ કરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો સમગ્ર દેશમાં ચુસ્તપણે અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી 21 દિવસ માટે lockdown ની સૂચના આપવામાં આવતા સમગ્ર ભારત દેશ જાણે કે જ્યાં હોય ત્યાં થંભી ગયો છે.

કોરોનામાં જોવા મળી અનોખી કોમી એકતાની મિસાલ, જયકર પટેલને દરગાહે આપ્યો આશરો

ત્યારે મુંબઇથી વેપારી જયકર પટેલ અમદાવાદમાં પોતાના બિઝનેસ અર્થે કાલુપુરમાં આવ્યાં હતાં અને કામકાજ પતાવીને તેઓ કાલુપુરમાં આવેલી એક હોટેલમાં રોકાયાં હતાં. અચાનક જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરજનતાને અપીલ કરવામાં આવી હતી કે આવતીકાલે જનતા કરફ્યુ લગાવવામાં આવશે. એટલે તેઓ કાલુપુરમાં જ રોકાઈ ગયાં હતાં. પરંતુ 21 દિવસ માટે સમગ્ર ભારતમાં લોક ડાઉનની જાહેરાત થતાં, અને તમામ ટ્રાન્સપોર્ટેશન સગવડો સ્થગિત કરવામાં આવતાં જયકરભાઈ કાલુપુરમાં જ ફસાઈ ગયાં હતાં. ત્યારે આવી પરિસ્થિતિમાં જયકરભાઈ પટેલે સતત ત્રણ દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં વિતાવ્યાં હતાં, પરંતુ ત્યારબાદ પૈસા ખૂટી જતાં તેમને હોટલવાળાએ વધુ રાખવાની ના પાડી હતી, અને બહાર કાઢી મુક્યાં હતાં.

આવી કપરી સ્થિતિમાં રેલવે, વિમાન અને બસ સેવા બધુ જ બંધ હોવાથી તેઓ ક્યાંય જઈ શક્યા નહતાં, ત્યારે એક દિવસ તેમણે ફૂટપાથ ઉપર સૂઈ અને રાત વીતાવી હતી, પરંતુ રાત્રે પોલીસ દ્વારા ફૂટપાથ ઉપરથી ઉઠાડીને ભગાડવામાં આવતાં તેઓએ GPO પાસે આવેલી એક દરગાહમાં આશરો લીધો હતો. અહીં સ્થાનિક લોકોએ તેમને દરગાહમાં આશરો આપ્યો હતો અને બે દિવસથી જમવાની વ્યવસ્થા પણ કરી આપી છે. તેમ જ તેમને જીવન જરૂરિયાત માટે નહાવાધોવાની પણ સગવડ કરી આપી છે.

ત્યારે જોવાનું એ રહ્યું કે હજુ તો 19 દિવસ સુધી lock downની પરિસ્થિતિ છે, ત્યારે તેઓ દરગાહમાં જ આશરો લઇ રહ્યાં છે. તો તેમણે એક અરજ કરી છે કે કોઈ પણ હિસાબે અને મારા ઘર સુધી જવાની કોઇ વ્યવસ્થા કરી આપે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.