અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 વર્ષ બાદ AMTS અને BRTS ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલાના સમયમાં 19 જેટલા ભાડાના સ્ટેજ હતા, તેમાં સુધારો કરીને 6 સ્ટેજમાં અમલમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડેલી સ્કીમમાં બાળકો મહિલાઓના બસ ભાડામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર પુરુષની મનપસંદ દરરોજ ટીમના 35 રૂપિયા પ્રતિ દિવસની ટિકિટની જગ્યાએ 45 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લગેજ દરમાં કોઈ પ્રકારના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS ટિકિટ દર સરખા કરવામાં આવ્યા છે. જેમાં 3 કિલોમીટર સુધીમાં 5 રૂપિયા, 3થી 5 કિલોમીટરમાં 10 રૂપિયા, 5થી 8 કિલોમીટરમાં 15 રૂપિયા, 8થી 14 કિલોમીટરમાં 20 રૂપિયા, 14થી 20 કિલોમીટરમાં 25 રૂપિયા અને 20 કિલોમીટરથી વધુમાં 30 રૂપિયા ટિકિટ દર કરવામાં આવ્યો છે. જેથી હવે AMTSની ટિકિટ સાથે BRTSમાં પણ સવારી કરી શકાશે. આ ઉપરાંત મનપસંદ બાળકોની ટિકિટ મહિલા મનપસંદ ટિકિટમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. માત્ર પુરુષની મનપસંદ ટિકિટમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. - એમ.થેન્નારસન (AMC કમિશનર)
વિદ્યાર્થી પાસમાં વધારો : વિદ્યાર્થીઓના પાસમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને 300ની જગ્યાએ હવે 400 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે છોકરી પાસમાં 300 રૂપિયાની જગ્યા પર 350 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે સર્વિસ પાસમાં 50 એકાઉન્ટ રાખવામાં આવશે. જ્યારે મનપસંદ 2000 રૂપિયા હતા. જેની જગ્યાએ હવે 2500 રૂપિયા ચૂકવવાના રહેશે.
હવે ડબલ ડેકર બસ દોડશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં ડબલ ડેકર ઇલેક્ટ્રીક 200 ચલાવવાનું નિર્ણય કરવામાં આવે છે. જે આગામી સમયમાં 25 નવી ઇલેક્ટ્રિક ડબલ બસ ખરીદવામાં આવશે. આ ઉપરાંત 18 મીટર લાંબી ઇન્ટર ચેન્જ બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બસ અમદાવાદ શહેરના ફરતે આવેલો રિંગ રોડ, આશ્રમ રોડ અને એસજી હાઇવે પર દોડાવવામાં આવી શકે છે. આ ઉપરાંત હવે અમદાવાદ શહેરમાં જે પણ નવી બસ ખરીદવામાં આવશે. તે એસી બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હાલ AMTS-BRTS બસમાં સવારીનું ભાડામાં વધારો 1 જુલાઈથી લાગુ કરવાના આવશે.