'મહા'ના સંકટને પગલે ગુજરાત રાજ્યનું તંત્ર સતર્ક થયું છે. 15 એનડીઆરએફની ટીમો એલર્ટ પર છે. સીએમ રૂપાણી સતત બેઠકો કરીને સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી રહ્યા છે. ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન દરિયો તોફાની બનશે.
માછીમારોએ હવે પછીના ત્રણ-ચાર દિવસ દરિયાકાંઠે ન જવું, ખલાસીઓએ દરિયો ન ખેડવા સલાહ આપી છે. પ્રવાસીઓ પણ દરિયાકાંઠે ફરવા ન જાય. જો કે નાગરિકાઓએ ગભરાવાની જરૂર નથી, હા સતર્ક જરૂર રહેજો. દરિયાકાંઠે વસતા લોકો સ્થળાંતર કરી લેજો.