ETV Bharat / state

Ahmedabad Airport : ધુમ્મસના કારણે કેટલીક ફ્લાઈટ રદ, પ્રવાસીઓએ એરપોર્ટ ઉપર જ લંબાવી દીધી

વાતાવરણમાં પલટાને કારણે અમદાવાદમાં વિમાન સેવાને ભારે અસર પડી છે. ધુમ્મસને કારણે ફ્લાઈટ્સની અવર જવર પર અસર પડી છે. જેથી ખરાબ વાતાવરણને પગલે અમદાવાદ એરપોર્ટ તરફ આવી રહેલી કેટલીક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરાઈ તો કેટલીક કેન્સલ કરવામાં આવી છે. (Flights canceled due to fog Ahmedabad Airport)

author img

By

Published : Jan 31, 2023, 11:04 AM IST

Ahmedabad Airport : ધુમ્મસના કારણે કેટલીક ફ્લાઈટો રદ, પ્રવાસીઓએ એરપોર્ટ ઉપર જ લંબાવી દીધી

પ્રવાસીઓ જ્યાં જગ્યા મળી ત્યા સુઈ ગયા
પ્રવાસીઓ જ્યાં જગ્યા મળી ત્યા સુઈ ગયા

અમદાવાદ : રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે સોમવારે મોડી રાતથી જ વાતાવરણ ધુમ્મસવાળું હોવાથી દૂરની વિઝિબિલિટી ન હતી. અમદાવાદ એરપોર્ટ પર પણ ધુમ્મસના કારણે 60 ફ્લાઇટ મોડી પડી હતી. 10 ફ્લાઈટ ડાઇવર્ટ અને ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ફલાઇટોના શિડ્યુલ ખોરવાઈ જતા 10 હજારથી વધુ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા. જેના પગલે એરપોર્ટ પર પ્રવાસીઓનો જમાવડો થઈ ગયો હતો. સોમવારે વહેલી સવારે સમગ્ર અમદાવાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી અને વાહનોમાં પણ લાઈટ ચાલુ રાખવી પડી હતી. વિઝિબિલિટી ઘટી જતાં માંડ 10 ફૂટ દૂર જોઈ શકાતું ન હતું.

કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ જમીન પર : સોમવારે મોડીરાતથી ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર ફલાઇટના શિડ્યુલ ખોરવાઈ જતા રાતથી પ્રવાસીઓને એરપોર્ટ ઉપર બેસી રહેવાનો વારો આવ્યો હતો. એરપોર્ટના લોન્જ એરિયામાં બેસવા માટે જગ્યાઓ ખૂટી પડતા કડકડતી ઠંડીમાં પ્રવાસીઓ જમીન પર બેસવા મજબૂર બની ગયા હતા. ઉપરાંત દિલ્હીથી અમદાવાદ આવતી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ ધુમ્મસના કારણે ઉતરી નહીં શકતા તેને ઉદેપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : નવસારી જીલ્લામાં ગાઢ ધુમ્મસ સર્જાતા વાતાવરણ બન્યું અહલાદક

ફલાઇટ ડાયવર્ટ કરવી પડી : અમદાવાદ એરપોર્ટ પર સોમવારે રાત્રે ત્રણથી સવારે 10 સુધી ધુમ્મસને કારણે રન-વે વિઝિબિલિટી રેન્જ 60ની થઈ જતાં 128 લાઈટોના ટેકઓફ લેન્ડિંગ ખોરવાયા હતા અને ડાયવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ પર આવી પરિસ્થિતિનું નિર્માણ પહેલીવાર જોવા મળ્યું છે. ફલાઇટને ટેકઓફ- લેન્ડિંગ માટે 800 મીટરની વિઝિબિલિટી જોઇએ, પરંતુ તે ફક્ત 60 મીટર થઈ જતાં રન-વેની આસપાસની તમામ લાઈટો ચાલુ કરવા છતાં કેપ્ટનને રન-વે ક્લિયર ન દેખાતા ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી.

આ પણ વાંચો : Delhi IGI airport: મુસાફરે નશામાં એરપોર્ટ ટર્મિનલ પર કર્યો પેશાબ

હજારો પેસેન્જર અટવાયા : મળતી માહિતી મુજબ 125 ફ્લાઇટ 1થી 11 કલાક સુધી મોડી પડતાં હજારો પેસેન્જર અટવાયા હતા. 10 ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી. જેને લીધે પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. એક પછી એક ફ્લાઇટ રદ થતાં ટર્મિનલ ભારે ભીડ જામી હતી. આમ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા માહોલ સર્જાયો હતો, મોડી પડેલી ફ્લાઇટમાં ઇન્ડિગોની 29, ગો ફર્સ્ટની 9, સ્પાઇસ જેટની 6 તેમજ 3 ઇન્ટરનેશનલ ફ્લાઇટનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.