અમદાવાદઃ ACB દ્વારા GPCBના ક્લાસ-1 અધિકારી ગિરજા શંકર સાધુ સામે બેનામી મિલ્કતનો ગુના બદલ તેની સામે કાર્યવાહી કરી હતી. આરોપીની 68 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવતા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
અમદાવાદ ACB દ્વારા GPCBના ક્લાસ-1 અધિકારીની સામે બેનામી મિલ્કતના ગુના બદલ કરાઇ કર્યવાહી રાજ્યમાં લાંચ રિશ્વત વિરોધી અભિયાનના ભાગરૂપે લાંચ, રિશ્વત વિરોધી દળ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેનાજ ભાગરૂપે GPCB ક્લાસ વન અધિકારી ગિરજા શંકર સાધુ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે NOC આપવાના કેસમાં લાંચ લેતા ગિરિજા શંકર 2017 માં પકડાયા હતા. ત્યાર બાદ ACBએ આરોપી ગિરજા શંકર સાધુના તેમજ તેના પરિવારના મિલકત સબંધી દસ્તાવેજ અને બેંક ખાતા અંગે તાપસ કરતા 53.51 ટકા એટલે કે 68 લાખ જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી હતી..આરોપીએ કચ્છ માંડવીમાં ફાર્મ હાઉસમાં પેટ્રોલ પમ્પ, સુરત અને ગોધરામાં જમીનમાં રોકાણ કર્યું હતું. જમીનમાં રોકાણ કરવા પાછળનું કારણ બે નંબરના નાણાં છુપાવીનુ હતુ, અત્યારે હાલ તો ACBએ આરોપીના કચ્છ સુરત અને ગાંધીનગર નિવાસ સ્થાને સર્ચ હાથ ધર્યું હતુ. આરોપીના 7 જેટલા બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.