અમદાવાદઃ કોરોનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટી અફવા વહેતી ના થાય તે માટે સાયબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે વર્ગવિગ્રહ ફેલાય તેવી પોસ્ટ ફેસબુકમાંથી મળી આવતા સાયબર ક્રાઈમેં આઇટી એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઈમના PSI એ ફરિયાદ નોંધાવી છે, તે મુજબ જગદીશ ગોસ્વામી નામના ફેસબુક આઈડી પર એક પોસ્ટ મુકાઈ હતી. જેમાં હિન્દૂ દેવી દેવતાઓના બીભત્સ ફોટો મુકવામાં આવ્યા હતા. જેમાં હિન્દીમાં ભગવાન કૃષ્ણ, રામ અને સીતા પર વિવાદિત પોસ્ટ મળી આવી હતી. જ્યારે મોહમ્મદ અલી નામના આઈડી પર ભગવાન રામ વિશે બીભત્સ લખાણ લખ્યું હતું અને આવી અનેક પોસ્ટ મળી આવી હતી.
ફેસબુક આઈડી અને ગ્રુપમાં આ પ્રકારની પોસ્ટ મુક્તા સાયબર ક્રાઈમેં કુલ 8 આઈડી ધારકો સામે ગુનો નોંધાયો છે. તમામ વિરુદ્ધ આઇટી એકટ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા URL ના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.