ETV Bharat / state

Ahmedabad Crime : 1800 કરોડના સટ્ટા કેસમાં સામેલ વધુ 3 ઝડપાયા, લાખોની રોકડ સાથે પૈસા ગણવાનું મશીન મળ્યું

અમદાવાદ માધવપુરામાંથી 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. નિલેશ રામીની ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોપડાઓ અને ડાયરીઓ મળી આવી જેમાં અન્ય ચાર ભાગીદારો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વધુ તપાસ કરતા 22 લાખ 20 હજાર સાથે ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરી છે.

Ahmedabad Crime : 1800 કરોડના સટ્ટા કેસમાં સામેલ વધુ 3 ઝડપાયા, લાખોની રોકડ સાથે પૈસા ગણવાનું મશીન મળ્યું
Ahmedabad Crime : 1800 કરોડના સટ્ટા કેસમાં સામેલ વધુ 3 ઝડપાયા, લાખોની રોકડ સાથે પૈસા ગણવાનું મશીન મળ્યું
author img

By

Published : May 15, 2023, 7:51 PM IST

અમદાવાદ : શહેરના માધવપુરામાંથી ઝડપાયેલા 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે હાલમાં જ નિલેશ રામી નામના વસ્ત્રાલના યુવકની ઉત્તરાખંડમાં ઋષિકેશ ખાતેથી ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જે આરોપીની તપાસમાં વધુ મહત્વના અને મોટા ખુલાસાઓ સામે આવ્યા છે.

અન્ય ચાર ભાગીદારોનો ખુલાસો : આ મામલે પોલીસે આપેલી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે નિલેશ રામીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. તેમજ તેના વસ્ત્રાલ ખાતેના મકાનમાં સર્ચ કરતા તેના ઘરેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના હાર જીતના હિસાબ લખેલા વ્યવહારો તેમજ ક્રિકેટ સટ્ટા બેટિંગના ધંધાના ભાગીદારોની વિગત લખેલા 6 ચોપડાઓ અને ડાયરીઓ મળી હતી. તેના આધારે આરોપીની વધુ પૂછપરછ કરતાં તેના ક્રિકેટ સટ્ટા બેટિંગની પ્રવૃત્તિમાં અન્ય ચાર ભાગીદારો હોવાનો ખુલાસો થયો છે.

  1. Ahmedabad Crime : ઇન્ટરનેશનલ સટ્ટા કેસમાં બે હજાર કરોડનું ટ્રાન્ઝેક્શન વધવાની શક્યતા, કેન્દ્રીય એજન્સીઓ જોડાશે તપાસમાં
  2. Ahmedabad Crime : માધવપુરામાં ઇન્ટરનેશનલ સટ્ટા કૌભાંડ તપાસ માટે એસઆઈટીની રચના, દુબઇ બેઝ ટીમ કરતી હતી વેપલો
  3. Gir Somnath News : બહેરા અને મૂંગા ખેલાડીઓએ ક્યાં લગાવ્યાં ચોક્કા અને સિકસરો, ખૂબ અનોખી ક્રિકેટ મેચ વિશે જાણો

ત્રણ આરોપીઓની ધરપકડ : પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે ભાગીદારોમાં ઓઢવના રણવીર સિંહ ઉર્ફે લાલુ રાજપૂત વસ્ત્રાલના ચેતન સોનાર, ઓઢવના પ્રવીણ ઉર્ફે ટીનો નામના આરોપીઓનું નામ ખુલતા તે ત્રણેય આરોપીઓની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે પકડેલા ભાગીદાર રણવીર સિંહ રાજપુતના ઘરમાં તપાસ કરતા રોકડ 22 લાખ 20 હજાર તેમજ રૂપિયા ગણવાનું ઇલેક્ટ્રીક મશીન અને મોબાઈલ ફોન સહિત 23.20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ આગળની તપાસ તેમજ પૂછપરછ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.