અમદાવાદ: અમદાવાદમાં વધતી ગુનાખોરીની ઘટનાઓ ખુબ જ ચિંતાજનક છે. સેવા, સુરક્ષા અને શાંતિ તો ખાલી સ્લોગનમાં જ રહ્યા હોય તેવી એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં 17 વર્ષીય સગીરા સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો 20 વર્ષીય મહેશ ઠાકોરે બળાત્કાર કર્યો હતો. સગીરા દાદીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ છે. હોસ્પિટલમાં જ ફરજ બજાવતા કર્મચારી દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી.
"હાલ આ મામલે આરોપી સામે પુરાવા એકત્ર કરવાની અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.-- જી.એસ શ્યાન, (ACP, એ ડિવિઝન, અમદાવાદ)
બાળકને જન્મ આપ્યો: જોકે થોડા સમય પહેલા જ સગીરાને અચાનક પેટમાં દુખાવો થતા તેના માતા તેને શહેર કોટડા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે તેની સારવાર માટે ઇન્જેક્શન આપતા તે બાથરૂમમાં જતાં જ આઠ માસના બાળકને જન્મ આપ્યો હતો. જોકે પરિવાર અને સમાજને જાણ થઈ જાય તેવા ડરથી તેણે હોસ્પિટલમાંથી જ બાળકને નીચે ફેંકીને હત્યા કરી નાખી હતી.
ગુનો દાખલ: આ મામલે શહેરકોટડા પોલીસે સગીરા સામે બાળકની હત્યા મામલે ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ થતા સગીરાને પૂછપરછ કરતા તેણે હોસ્પિટલમાં તેની સાથે બનેલી સમગ્ર હકીકત જણાવી હતી. અંતે આ સમગ્ર બાબતને લઈને સોલા હાઈકોર્ટ પોલીસ મથકે મહેશ ઠાકોર સામે દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
- Ahmedabad Crime : કિરણ પટેલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવી ક્રાઈમ બ્રાન્ચ, વધુ રિમાન્ડની માગણી થશે
- Ahmedabad Lady Drug Peddler : કોણ છે વિશાખા મેઘવાલ ઉર્ફે રિવોલ્વર રાની ? સામાન્ય યુવતીથી ડ્રગ્સ પેડલર બનવાની કહાની
- Ahmedabad News : અમદાવાદ શહેરમાં અકસ્માતોનો મુદ્દો એએમસી સભામાં ગાજ્યો, વિપક્ષ દ્વારા આંકડા સાથે તડાફડી