અમદાવાદઃ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં 26 જુલાઈ 2008 બોંબ બ્લાસ્ટ થયો હતો.આ ગોઝારી ઘટનાને નજરે જોનારા આજે પણ ઘટનાને યાદ કરતા કંપી ઉઠે છે.અમદાવાદના સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે જ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારે કેટલાકના મૃત્યુ પણ થયા હતા.જ્યારે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાઈ રહ્યા હતા તે દરમિયાન જ બ્લાસ્ટ થતાં 29 જેટલા લોકોના મોત થયા હતા. આજે આ બ્લાસ્ટ અને 12 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે શહીદ થયેલા જવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગોઝારો દિવસ, અમદાવાદ સિવિલ બ્લાસ્ટના 12 વર્ષ પૂર્ણ, શહીદોને શ્રદ્ધાંજલિ આપી - Kargil Day
12 વર્ષ પહેલા આજના દિવસે અમદાવાદ શહેરમાં અનેક બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન પણ શહેરની સિવિલ હોસ્પિટલ અને એલ.જી.હોસ્પિટલમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યા હતા. આજે આ ઘટનાને 12 પૂર્ણ થતાં શહીદ થયેલા જવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી..