અમદાવાદની મેટ્રો કોર્ટ તેમજ મિર્ઝાપુર કોર્ટની સુરક્ષામાં વધારો કરવા માટે હાઈટેકનોલોજી વાળા સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જે નાઈટ વિજન રેકોર્ડિંગની સાથે લોકોની વાતોને પણ રેકોર્ડિંગ કરશે. મેટ્રો કોર્ટ અને મિર્જાપુર કોર્ટ એમ બંને કોર્ટમાં ૫૦-૫૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવીને લોકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. હાઇકોર્ટના નેજા હેઠળ તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ કરાશે. જેનાથી કોર્ટના પ્રાંગણમાં અમુક સમયે થતી ગુનાહિત પ્રવૃત્તિ પર સંપૂર્ણ પણે નિયંત્રણ મેળવી લેવાશે.
મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં 50 અને મેજિસ્ટ્રેટ કોર્ટમાં 78 જેટલા કેમેરા લગાડવામાં આવ્યા છે. દરેક કોર્ટની બહાર એક સીસીટીવી કેમરા લગાડવામાં આવે છે. અમદાવાદ મેટ્રો કોર્ટમાં દરરોજ આશરે 10 હજારથી વધુ લોકો અવરજવર કરતા હોવાથી સીસીટીવી લગાડવામાં આવ્યા છે.