- પીંપણ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનું મતગણતરીના પહેલા અવસાન
- હરીફ ઉમેદવારને પસંદગી આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી
- ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ, પરંતુ કોર્ટે અરજી ફગાવી
અમદાવાદ : વર્ષની શરૂઆતમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાતા સાણંદના પીંપણ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારનું મતગણતરીના એક દિવસ પહેલા જ અવસાન થયું હતું. જેની સામે બાય ઇલેક્શનથી ઉમેદવારની પસંદગી કરવી કે પછી હરીફ ઉમેદવારને પસંદગી આપવી તે મુદ્દે કોર્ટમાં ચર્ચા થઈ હતી.
વિજેતા ઉમેદવારના પક્ષમાં આવેલા મતદાનને અવગણી ન શકાય
આ મામલે હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આવા સંજોગોમાં કે જ્યારે વિજેતા ઉમેદવારનું અવસાન થાય ત્યારે હરીફ ઉમેદવારને વિજેતા જાહેર કરવા અંગે કાયદામાં કોઈ નિયમ નથી. આ સાથે નામદાર હાઈકોર્ટે યુએસના એટર્ની જનરલના એક ચુકાદાને ટાંકીને નોંધ્યું હતું કે, તેમના પક્ષમાં આવેલા મતદાનને અવગણી ન શકાય કારણ કે, લોકોએ તેમની હયાતીમાં મતદાન કર્યું હતું.
આ પણ વાંચો : પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ
શું છે સમગ્ર મામલો ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાતા સાણંદ તાલુકાના પીંપણની બેઠક પર અપક્ષ મહિલા ઉમેદવારને સૌથી વધુ માત મળતા તેઓ વિજય થયા હતા. પરંતુ મતગણતરી પરિણામના એક દિવસ પહેલા જ તેમનું અવસાન થઈ જતા બીજા નંબરે સૌથી વધુ મત મેળવેલા હરીફ ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં પોતાને વિજેતા જાહેર કરવા અંગે અરજી દાખલ કરી હતી. જેને લઇને આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. પરંતુ કોર્ટે અરજી ફગાવી હતી.