ETV Bharat / state

ત્રણ દિવસની તેજી બાદ સેન્સેક્સમાં 155 પોઇન્ટનો ઘટાડો - FII

શેરબજારમાં ત્રણ દિવસની તેજી પછી આજે નરમાઈ રહી હતી. વિદેશના સ્ટોક માર્કેટના નેગેટિવ અહેવાલના પગલે અગ્રણી શેરોમાં વેચવાલી રહી હતી. BSE સેન્સેક્સ 154.89(0.31 ટકા) ઘટી 49,591.32એ બંધ થયો હતો. NSE નિફટી 38.95(0.26 ટકા) ઘટી 14,834.85એ બંધ થયો હતો.

ત્રણ દિવસની તેજી બાદ સેન્સેક્સમાં 155 પોઇન્ટનો ઘટાડો

author img

By

Published : Apr 9, 2021, 6:02 PM IST

  • શેરબજારમાં પ્રોફિટ બુકિંગ
  • FIIની નવી લેવાલીનો અભાવ
  • એશિયાઈ સ્ટોક માર્કેટમાં નરમાઈ

અમદાવાદ- શેરબજારમાં સપ્તાહના આખરી દિવસે નરમાઈ રહી હતી. એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટના નેગેટિવ અહેવાલના પગલે ભારતીય શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી, પણ જીડીપી ગ્રોથ વધીને આવશે, તેવું અનુમાન મુક્યું છે. જો કે બીજી તરફ ભારતમાં કોરોના વાઇરસનો હાહાકાર છે, દરરોજ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને કારણે શેરબજાર ભારે ચિંતા ઉભી થઇ હતી. પરિણામે તેજીવાળા ખેલાડીઓએ નફારૂપી વેચવાલી કાઢી હતી. પરિણામે શેરબજારમાં નરમાઈ રહી હતી.

ત્રણ દિવસની તેજી બાદ સેન્સેક્સમાં 155 પોઇન્ટનો ઘટાડો
ત્રણ દિવસની તેજી બાદ સેન્સેક્સમાં 155 પોઇન્ટનો ઘટાડો

સેન્સેક્સ 154.89 ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 49,746.21ની સામે, આજે સવારે 49,743.39 ખૂલીને શરૂમાં સામાન્ય વધીને 49,906.91 થયો અને ત્યાંથી ઘટીને 49,461.01 થઈને ટ્રેડિંગ સેશનને અંતે 49,591.32એ બંધ થયો હતો, જે 154.89નો ઘટાડો દર્શાવે છે.

નિફટી 38.95 ઘટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,873.80ની સામે, આજે સવારે 14,882.65 ખૂલીને શરૂમાં વધી 14,918.45 થયો અને ત્યાંથી ઘટી 14,785.65 બંધ થઈ અને સેશનને અંતે 14,834.85 બંધ થયો હતો, જે 38.95નો ઘટાડો દર્શાવે છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં નવી લેવાલીથી સેન્સેક્સમાં 520 પોઈન્ટનો ઉછાળો

ટેક્સની વસુલાત 10 ટકા ઘટી

નાણાકીય વર્ષ 2021માં ડાયરેક્ટ ટેક્સની વસુલાત 9.45 લાખ કરોડ થઈ છે. કોર્પોરેટ ટેક્સની વસુલાત 4.57 લાખ કરોડ થઈ છે. જ્યારે પર્સનલ આવકવેરાની વસુલાત રૂપિયા 4.71 લાખ કરોડ થઈ છે. વાર્ષિક આધારે જોઈએ તો નાણાકીય વર્ષ 2021માં ડાયરેક્ટ ટેક્સ વસુલી 10 ટકા ઘટ્યો છે.

ટોપ ગેઈનર્સ

આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં સન ફાર્મા(3.69 ટકા), એચયુએલ(2.51 ટકા), ટેક મહિન્દ્રા(2.37 ટકા), ડો. રેડ્ડી લેબ(1.48 ટકા) અને ટાઈટન કંપની(1.14 ટકા)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ આંશિક ઉછાળા સાથે શરૂ થયું ભારતીય શેર બજાર, નિફ્ટી 14,600ને પાર

ટોપ લુઝર્સ

આજે સૌથી વધુ ગગડેલા શેરમાં બજાજ ફાઈનાન્સ(3.12 ટકા), અલ્ટ્રાટેક સિમેન્ટ(2.16 ટકા), એનટીપીસી(1.95 ટકા), એક્સિસ બેંક(1.94 ટકા) અને આઈસીઆઈસીઆઈ બેંક(1.79 ટકા)નો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.