- આધ્યાત્મનંદજી મહારાજની કોરોનાની સારવાર દરમિયાન નિધન
- સ્વામીજીને 13 એપ્રિલે SGVPમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા
- આધ્યાત્મનંદજી સરેલાઈટ વિસ્તારમાં આવેલા શિવાનંદ આશ્રમના સર્વાધ્યક્ષ હતા
અમદાવાદ: ગુજરાત અને અમદાવાદ શહેરમાં કોરોનાનો કાળો કહેર વધી રહ્યો છે. આથી, કોરોનાના કારણે અનેક લોકોનાં મૃત્યુ થયા છે. ત્યારે, અમદાવાદના દિવ્યજીવન સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ અને શિવાનંદ આશ્રમના શરૂઆતથી યક્ષ સ્વામી આધ્યાત્મનંદજીનું કોરોનાની સારવાર દરમિયાન SGVP હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓને 13 એપ્રિલના રોજ SGVP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રોગ પ્રતિકારક શક્તિ માટે કરો પ્રાણાયામ સ્વામી અધ્યાત્માનંદજી સાથે...
સ્વામીજીને 13 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયા
આશ્રમ તરફથી મળતી માહિતી પ્રમાણે, સ્વામી અધ્યાત્માનંદજીને કોરોનાના લક્ષણો દેખાતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાદ, 13 એપ્રિલના દિવસે SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં, છેલ્લા અમુક દિવસથી તબિયત વધુ ખરાબ થતાં આજે શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ અધ્યાત્માનંદજી સ્વામીનું નિધન થયું હતું.
વડાપ્રધાન મોદીએ સ્વામી અધ્યાત્માનંદજીને આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજી પરમધામ સીધાવ્યા તે જાણી દુ:ખ થયું. આધ્યાત્મિકતા જેવા ગહન વિષયને તેઓએ સરળ શૈલીમાં સમજાવ્યો. યોગ શિક્ષણ ઉપરાંત અમદાવાદના શિવાનંદ આશ્રમની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સ્વામીજીએ સમાજની સેવા કરી છે તેનું સ્મરણ કરી શ્રધ્ધાંજલી અર્પું છું. ૐ શાંતિ !
આ પણ વાંચો: યોગ વિજ્ઞાન છે, સકારાત્મક જીવન શૈલી માટે યોગ આવશ્યકઃ સ્વામી અધ્યાત્માનંદજી
વિશ્વમાં યોગનો પ્રચાર કરવામાં અધ્યાત્માનંદજીનું શ્રેષ્ઠ યોગદાન
સમગ્ર વિશ્વમાં યોગનો પ્રચાર કરવામાં અધ્યાત્માનંદજીનું સૌથી શ્રેષ્ઠ યોગદાન હોવાની વાત પણ સામે આવી રહી છે. જ્યારે, તેમના માર્ગદર્શન હેઠળ યોગ શિક્ષકો પણ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે, ગત વર્ષે લોકડાઉનના સમયમાં અનેક લોકો માનસિક રીતે ગભરાઈ ગયા હતા. આ દરમિયાન, કોરોનાથી ઉભા થયેલા તણાવને હળવો કરવા માટે તેઓએ અનેક કાર્યક્રમ કર્યા હતા. સાથે જ ETV Bharat સાથે પણ ખાસ કાર્યક્રમમાં યોગ અને યોગના મહત્વ બાબતે દર્શકોને માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી હિંદી, ગુજરાતી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા.
સ્વામીજી ખુબ સારા ગાયક, નર્તક અને એક સારા ચિત્રકાર પણ
સ્વામી અધ્યાત્માનંદજીનું સાંસારિક નામ જતીનભાઈ વૈશ્નવ હતું. તેઓ ટ્રિપલ એન્જિનિયર હતા. તેઓ 1970માં રાજકોટમાં ફિલ્ડમાર્શલમાં નોકરી કરતા હતા. આ સાથે, તેઓ ખુબ સારા ગાયક, નર્તક અને એક સારા ચિત્રકાર પણ હતા. આ ઉપરાંત, તેઓને ગાર્ડનીંગનો પણ બહુ જ શોખ હતો અને આ માટે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા છે.
ETV Bharatના માધ્યમથી યોગાભ્યાસના 9 વર્ગો
કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનના સમયમાં લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા હતા. તેવા સમયમાં સ્વામી અધ્યાત્માનંદજીએ ETV Bharatના માધ્યમથી યોગાભ્યાસના 9 વર્ગો કર્યા હતા. 12 મે 2020થી 20 મે 2020 સુધી યોગાભ્યાસના વર્ગો કરવામાં આવ્યા હતા. જેમાં, દેશ-વિદેશથી લાખો લોકોએ ETV Bharatના ડિજિટલ માધ્યામથી આ યોગાભ્યાસનો લાભ લીધો હતો.