- ગાંધી આશ્રમનો 'વિકાસ' કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ
- આ યોજનાથી આશ્રમની પવિત્રતાને નુકસાન થશે
- ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે
અમદાવાદ : કાર્યકરો, લેખકો અને ગાંધીવાદીઓના જૂથે અહીં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમનો 'વિકાસ' કરવાની કેન્દ્ર સરકારની યોજનાનો વિરોધ કર્યો છે. તેઓ દાવો કરે છે કે, તેનાથી આશ્રમની પવિત્રતાને નુકસાન થશે.
ગાંધીવાદી સંસ્થાઓ પર કબ્જો કરવાનો પ્રયાસ
ગુજરાતી લેખક પ્રકાશ શાહ, ઇતિહાસકાર રાજમોહન ગાંધી અને રામચંદ્ર ગુહા, સંગીતકાર ટી.એમ.કૃષ્ણા, હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એ.પી. શાહ, કાર્યકર્તા હર્ષ મંડેર, શબનમ હાશ્મી, યોગેન્દ્ર યાદવ અને તિસ્તા સેતલવાડ સહિત 130 મહાનુભાવો દ્વારા સહી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ "ગાંધીવાદી સંસ્થાઓ પર કબ્જો" કરવાનો પ્રયાસ છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત પર આશંકા
ગાંધીએ 1917થી 1930 વચ્ચે સાબરમતી આશ્રમ રહીને સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું
સાબરમતી આશ્રમના નામે વિશ્વભરમાં પ્રખ્યાત આ ગાંધી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલો છે અને મહાત્મા ગાંધીએ 1917થી 1930 વચ્ચે અહીં રહીને સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું. આશ્રમનું સંચાલન સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ કરે છે.
આ પણ વાંચો -
- ગાંધી આશ્રમમાં VIP ચરખોઃ અનેક મહાનુભાવ તેની પર કાંતી ચુક્યા છે રૂ
- વડાપ્રધાન મોદી અમદાવાદના ગાંધી આશ્રમ વિસ્તારથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવશે
- 10 મહિના બાદ ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે ફરી ખુલ્યું
- ખેડૂત આંદોલનઃ શંકરસિંહ બાપુ ગાંધીનગરથી ગાંધી આશ્રમ પણ ના પહોંચી શક્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- અમદાવાદ: ગાંધી આશ્રમમાં કોરોનાને લઈને કેવી રીતે ઉજવાશે ગાંધી જયંતિ, જાણો..
- ગાંધીઆશ્રમમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો