અમદાવાદઃ ગુરૂ શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના સામે(grandfather of abvp)આવી છે. વડોદરા બાદ અમદાવાદમાં ABVPના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. અમદાવાદની સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લીઆમ દાદાગીરી (ABVP leaders in controversy)જોવા મળી. તેઓએ કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હતા. ABVPના નેતાઓએ ગુરુનું સન્માન ના જાળવ્યું.
આ પણ વાંચોઃ MSU Controversy : દેવી-દેવતાથી લઈને દુર્વ્યવહાર સુધી પહોંચ્યો MSU વિવાદ
ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી - ત્યારે અમદાવાદમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી સામે આવી છે. કોલેજમાં આચાર્યને વિદ્યાર્થીઓને પગે લગાવી માફી મંગાવી હતી. અમદાવાદની સાલ કોલેજમાં ગુરુ-શિષ્યના સંબંધોને લાંછન લગાવતી ઘટના(ABVP worker student in Sal College) બની છે. GLS બાદ હવે સાલ કોલેજના ABVP નેતાઓ વિવાદમાં આવ્યા છે. ABVPના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરીથી આચાર્યની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યાં છે. શરમજનક ઘટના બાદ અક્ષતે સોશયલ મિડિયા પર પણ વીડિયો વાયરલ કર્યા છે. હાજરીને લઈને વિવાદ સર્જાયો હતો, પ્રિન્સિપાલ દ્વારા ABVP ના આગેવાનોને વારંવાર વિનંતી કરાઈ રહી હતી, છતા તેઓ માન્યા ન હતા અને વિદ્યાર્થીઓને પગે પડાવ્યા હતા.
વિદ્યાર્થી નેતાઓ પોતાની મનમાની કરતા - જ્યારે શિક્ષકો કરગરતા રહ્યા છતા વિદ્યાર્થી નેતાઓ પોતાની મનમાની કરતા રહ્યા હતા. જેથી શિક્ષકોએ વિદ્યાર્થીઓને પગે લાગીને માફી માંગી હતી. સવાલ એ છે કે ક્યા સુધી વિદ્યાના ધામમાં વિદ્યાર્થી નેતાઓની આવી મનમાની ચાલતી રહેશે. શિક્ષણધામમાં વિરોધ હોય, પણ વિરોધ જ્યારે હદ વટાવે અને શિક્ષણને રાજકારણનો અખાડો બનાવાય ત્યારે શિક્ષણ નીતિ પર સવાલ થાય છે.
વિડિયો સોશયલ મીડિયામાં વાઇરલ કર્યો - ત્યારે હવે ABVPને રહી રહીને પોતાની ભૂલ સમજાતા અક્ષત જયસ્વાલને ABVP ના તમામ પદેથી દૂર કરવામાં આવ્યો છે. ત્યારે ABVP ના કાર્યકરે જ આ વીડિયો સોશયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. ત્યારે હાલમાં ABVP નેતાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.