ETV Bharat / state

ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે સ્ટુડન્ટ વિઝા પર UK જતો આરોપી ઝડપાયો - ડુપ્લીકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝા

અમદાવાદ: ડુપ્લીકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝાના આધારે UK જતો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો હતો. પાંચ લાખમાં સર્ટિફિકેટ બનાવડાવી વિઝાના આધારે યુવક UK જઈ રહ્યો હતો. હાલ ગુનામાં 2 આરોપીની પોલીસ દ્વારા શોધખોળ થઈ રહી છે. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV BHARAT AMD
author img

By

Published : Sep 20, 2019, 8:35 PM IST

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રીના સમયે UKની એક ફ્લાઈટ હતી. જેથી ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા હતાંં. તે દરમિયાન પેસેન્જર ચેતન પટેલ ઇમિગ્રેશન વિભાગ પર ચેકિંગ કરાવી રહ્યો હતો, ત્યારે તેના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતા તે ડોક્યુમેન્ટ બનાવટી હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી. જેથી તેની પૂછપરછ કરતા બહાર આવ્યું કે, ચેતન પટેલે કાનપુર છત્રપતિ શાહુજી મહારાજ વિદ્યાલય ખાતેની બનાવટી માર્કશીટ અને સર્ટીફિકેટ તૈયાર કરાવ્યા હતાં. જેમાં UK જવાનું હોવાથી ડિપ્લોમાની બનાવટી ડીગ્રી બનાવી હતી. આરોપી યુવક ચેતન પટેલ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. જ્યાં UKમાં પૈસા કમાવવાની લાલચમાં આરોપી ચેતને બનાવટી માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

ડુપ્લીકેટ સર્ટિફિકેટના આધારે સ્ટુડન્ટ વિઝા પર UK જતો આરોપી ઝડપાયો

એરપોર્ટ પોલીસે આ મામલે તપાસ કરતાં તમામ ડોક્યુમેન્ટ ગાંધીનગરનાં નિલેશ પટેલે પાંચ લાખ રૂપિયામાં બનાવી આપ્યા હતાં. બાદમાં સ્ટુડન્ટ વિઝા બાબતે વધુ તપાસ કરતા તે વડોદરાના જીતેન પટેલે બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી એરપોર્ટ પોલીસે આ ત્રણેય લોકો વિરુદ્ધ ગુનો નોંધી ગાંધીનગરના સુઘડ ગામના આરોપી ચેતનની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વિદેશમાં નોકરી કરવી અને વિદેશ ફરવા જવાનો ક્રેઝ આજે ગુજરાતની યુવા પેઢીના ઘેર-ઘેર જોવા મળી રહ્યો છે. પણ વિદેશમાં નોકરીની ઘેલછા કેટલીકવાર નુકસાનકારક સાબિત થાય છે. જે આ કિસ્સાથી યુવા પેઢીએ ચેતવાની જરૂર છે અને આવી લોભામણી લાલચના શિકાર ન બની જઇએ તેની તકેદારી રાખવાની જરૂર છે.

Intro:અમદાવાદ

ડુપ્લીકેટ સર્ટિફિકેટ પર સ્ટુડન્ટ વિઝાના આધારે યુકે જતો યુવક એરપોર્ટ પરથી ઝડપાયો છે.પાંચ લાખમાં સર્ટિફિકેટ બનાવડાવી વિઝાના આધારે યુવક યુકે જઈ રહ્યો હતો.આ ગુનામાં 2 સહ આરોપીની પોલીસ દ્વારા શોધખોળ થઈ રહી છે.હાલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે..

Body:અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાત્રિના સમયે યુકે ની એક ફ્લાઈટ હતી. જેથી ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ ચેકિંગ કરી રહ્યા હતા .તે દરમિયાન પેસેન્જર ચેતન પટેલ ઇમિગ્રેશન વિભાગ પર ચેકિંગ કરાવી રહ્યો હતો .ત્યારે તેના પાસપોર્ટ અને વિઝા ની તપાસ કરતા તે ડોક્યુમેન્ટ બનાવટી હોવાની શંકા અધિકારીઓને ગઈ હતી .જેથી એની પૂછપરછ કરતા સામે આવ્યુ કે ચેતન પટેલે કાનપુર છત્રપતિ શાહુજી મહારાજ વિદ્યાલય ખાતેની બનાવટી માર્કશીટ અને સર્ટીફિકેટ તૈયાર કરાવ્યા હતા. જેમાં યુ.કે. જવાનું હોવાથી ડિપ્લોમાની બનાવટી ડીગ્રી બનાવી હતી .આરોપી યુવક ચેતન પટેલ ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે. જ્યાં યુ.કે.માં પૈસા કમાવવાની લાલચમાં આરોપી ચેતને બનાવટી માર્કશીટ અને સર્ટીફિકેટ બનાવ્યા હોવાની કબૂલાત કરી છે...

એરપોર્ટ પોલીસે આ મામલે તપાસ કરતાં તમામ ડોક્યુમેન્ટ ગાંધીનગરના નિલેશ પટેલ પાંચ લાખ રૂપિયામાં બનાવી આપ્યા હતા. બાદમાં સ્ટુડન્ટ વિઝા બાબતે વધુ તપાસ કરતા તે વડોદરાના જીતેન પટેલે બનાવી આપ્યા હોવાનું સામે આવ્યું હતું .જેથી એરપોર્ટ પોલીસે આ ત્રણેય લોકો વિરુદ્ધ ગુનો નોંધી ગાંધીનગરના સુઘડ ગામના આરોપી ચેતન ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે..

વિદેશમાં નોકરી કરવી અને વિદેશ ફરવા જવાનો ક્રેઝ આજે ગુજરાતની યુવા પેઢીના ઘેર-ઘેર જોવા મળી રહ્યો છે પણ વિદેશમાં નોકરીની ઘેલછા કેટલીકવાર નુકસાનકારક સાબિત થાય છે જે આ કિસ્સાથી યુવાપેઢીએ ચેતવાની જરૂર છે અને આવી લોભામણી લાલચ ના શિકાર બની જાય તેની તકેદારી રાખવાની જરૂર છે...

બાઇટ- એ.એમ.દેસાઈ(એસીપી- G- ડિવિઝન)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.