- ખજૂરના પાટીયા પાસે બે કાર વચ્ચે થયો અકસ્માત
- અકસ્માત ઘટનામાં એક મહિલાનું મોત
- તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા ફેદરા સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા
અમદાવાદઃ ધંધુકા ફેદરા હાઇવેના ખડોળ ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે એક મહિલાનું મૃત્યું થયું હતું જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત તમામ ઇજાગ્રસ્તોને ધંધુકા ફેદરા 108 દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ આર.એમ.એસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ઘટનાની જાણ ધંધુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોને આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડયા
અકસ્માત ઘટના અંગે ધંધુકા 108ને જાણ થતાં ડ્રાઇવર કાનજીભાઈ તથા mt નિલેશ બારીયા ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા, ત્યારે અન્ય ઇજાગ્રસ્તોને ફેદરા 108 દ્વારા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.
અકસ્માત ઘટનામાં એક મહિલાનું મોત
ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધંધુકા તરફથી આવી રહેલી કાર સુરત તરફ જઈ રહી હતી. ત્યારે અમદાવાદ તરફથી ધંધુકા તરફ આવી રહીલી કાર સાથે અથડાઇ હતી જેથી અકસ્માત સર્જાયો હતો.
મૃતકનું નામ
- કાંતુ બેન સુરેશભાઈ વઘાસિયા
અકસ્માતમાં ઇજાગ્રસ્ત
- યોગેશભાઈ છગનભાઈ બારીયા
- રવિકુમાર જયરામ ભાઈ પટેલ
- ક્રિષ્નાબેન મયંક ભાઈ પટેલ
- સાહિલ ભાઈ મુકેશભાઈ કોટ
ધંધુકા પોલીસ દ્વારા રવિકુમાર જયરામ ભાઈ પટેલ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. જે અંગે વધુ તપાસ એ.એસ.આઇ મયુરીબેન બાબુભાઈ ચલાવી રહ્યા છે.