અમદાવાદ: લોકસભા 2024 ની ચૂંટણીને લઈને ગુજરાત સહિત દેશભરમાં રાજકીય ગરમાવો શરૂ થતો જોવા મળી રહ્યો છે, તેવામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ એક દિવસીય અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ અમદાવાદમાં કાર્યકર્તા અધિવેશનમાં ભાગ લઈ અલગ અલગ વિષયો પર વાત કરી હતી અને રાજકીય પક્ષો સાથે મળીને કરવામાં આવેલા I.N.D.I.Aના ગઠબંધનને લઈને પણ નિવેદન આપ્યું હતું.
ચૂંટણીલક્ષી બેઠક: આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે અનંતનાગમાં થયેલા આતંકી હુમલા અંગે પણ ખાસ વાત કરી હતી અને G-20 ઉત્સવને લઈને પણ પ્રધાનમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટી સામે પ્રહારો કર્યા હતા. તેઓ લોકસભા ચૂંટણીની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જે બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખના નેતાઓ, કાર્યકારી અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના ગુજરાતના પાંચ ધારાસભ્ય અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પાર્ટીને મજબૂત કરવા માટે કેવા પગલાં લેવા તે અંગેની રણનીતિ પણ આજની બેઠકમાં બનાવવામાં આવી હતી.
-
ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરે છે એનું પરિણામ એ છે કે આજે ભાજપે ગુજરાતમાંથી રોજગાર ખતમ કરી દીધો છે. ભાજપ સરકારની અનીતિના કારણે તમામ ક્ષેત્રોમાં આજે લોકો સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા છે.@SanjayAzadSln pic.twitter.com/fM8xQIWExc
— AAP Gujarat (@AAPGujarat) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરે છે એનું પરિણામ એ છે કે આજે ભાજપે ગુજરાતમાંથી રોજગાર ખતમ કરી દીધો છે. ભાજપ સરકારની અનીતિના કારણે તમામ ક્ષેત્રોમાં આજે લોકો સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા છે.@SanjayAzadSln pic.twitter.com/fM8xQIWExc
— AAP Gujarat (@AAPGujarat) September 16, 2023ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી રાજ કરે છે એનું પરિણામ એ છે કે આજે ભાજપે ગુજરાતમાંથી રોજગાર ખતમ કરી દીધો છે. ભાજપ સરકારની અનીતિના કારણે તમામ ક્ષેત્રોમાં આજે લોકો સરકાર વિરુદ્ધ આંદોલનો કરી રહ્યા છે.@SanjayAzadSln pic.twitter.com/fM8xQIWExc
— AAP Gujarat (@AAPGujarat) September 16, 2023
કાર્યકરોને સંબોધન: નરોડા દહેગામ રોડ ઉપર યોજાયેલા કાર્યકર્તા અધિવેશનમાં તેઓ ઉપસ્થિત રહીને ત્યાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પણ સંબોધ્યા હતા અને આગામી આવનારી ચૂંટણીઓને લઈને તેઓએ આમ આદમી પાર્ટી I.N.D.I.A સાથેના ગઠબંધન પછી વધુ મજબૂતાઈથી કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓની સાથે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, સહિત ગોપાલ ઇટાલીયા અને તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. સાથે જ આવનારા દિવસોમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
'ચીન પોતાના નકશામાં ભારતનો ભાગ બતાવે છે અને છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. મોંઘવારી આસમાને પહોંચી છે, અગ્નિવીરની જેમ અન્ય ખાનગી નોકરીઓના નામે સરકાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતની લોકસભાની ચૂંટણી તેમજ 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી અને I.N.D.I.A પર વિશ્વાસ રાખશે અને અમે તેઓનો વિશ્વાસ જીતીને કામ કરી બતાવીશું.' -સંજયસિંહ, AAP નેતા અને રાજ્યસભા સાંસદ