ETV Bharat / state

યુવરાજસિંહનું નામ રદ્દ, 12મી યાદીમાં ઈશુદાનની બેઠક પર સસ્પેન્સ - Aam Admi Party Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ચોપાટ (Gujarat Assembly Election) નક્કી થઈ ચૂકી છે હવે દરેક પક્ષ પોતાના સોગઠા ગોઠવવામાં મચી પડ્યા છે. જેમાં એક પછી એક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની યાદી તૈયાર કરીને જાહેર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી આ શ્રેણીમાં સૌથી વધારે (AAP Candidates list) આગળ છે. આમ આદમી પાર્ટી ગુજરાતે વિધાનસભા ચૂંટણીને લઈને બારમી યાદી જાહેર કરી છે. જોઈએ એક રીપોર્ટ કે, કોને મળ્યો છે એક મોટો ચાન્સ

યુવરાજસિંહનું નામ રદ્દ, 12મી યાદીમાં ઈશુદાનની બેઠક પર સસ્પેન્સ

author img

By

Published : Nov 8, 2022, 5:34 PM IST

Updated : Nov 8, 2022, 5:40 PM IST

અમદાવાદ: આ નવી યાદી જે બહાર (Gujarat Assemble Election 2022) પડી છે એની ખાસ વાત એ છે કે, યુવરાજસિંહની જગ્યાએ સુહાગ પંચાલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે યુવરાજસિંહને 10 વિધાનસભાના (Aam Admi Party Gujarat) પ્રચારક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ મુદ્દાને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીએ મંગળવારે વધુ 7 ઉમેદવારોની (AAP Candidates list) યાદી જાહેર કરી છે.

  • આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ૧૨મી યાદી જાહેર કરવામાં આવી.

    તમામ ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન! - @YAJadeja pic.twitter.com/rbiMosdUKx

    — AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈન્દ્રનીલની એક્ઝિટ: આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂની અણધારી અને ઓચિંતી એક્ઝિટ થતા હડકંપ મચી ગયો હતો. ઈશુદાનને સીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરતા અંદરખાને પણ અનેક પ્રકારની વાત વહેતી થઈ ગઈ હતી. ઈશુદાન ગઢવી કઈ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આવનાર લિસ્ટની અંદર નામ જાહેર થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

કોણ કોણ છે રણમેદાને: આમ આદમી પાર્ટી તરફથી મંગળવારે 12મું ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. દહેગામ સીટ પર પહેલા યુવા નેતા યુવરાજસિંહને ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ તેમનું નામ પાર્ટી દ્વારા રદ્દ કરીને સુહાગ પંચાલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે યુવરાજસિંહને નામ ગુજરાત વિધાનસભાની બસ બેઠક પર પ્રચારક તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ મામલે એકાએક લેવાયેલા નિર્ણયને કારણે અનેક પ્રકારની વાતો થઈ રહી છે.

  • અમે રાજનીતિ કરવા નહિ, રાજનીતિ બદલવા આવ્યા છે.

    આગામી વિધાનસભા ચૂંટણીમાં હું AAP ના સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી સમગ્ર રાજ્યના યુવાઓને જાગૃત કરી એમના અધિકારો માટે લડત લડીશ. - @YAJadeja pic.twitter.com/7hPBBGNtDE

સ્વેજલ વ્યાસને ચાન્સ: અંજાર બેઠક પરથી અરજણ રબારી,ચાણસ્મા બેઠક પરથી વિષ્ણુ પટેલ, દહેગામ બેઠક પરથી સુહાગ પંચાલ, લીમડી બેઠક પરથી મયુર સાકરીયા, ફતેપુરા બેઠક પરથી ગોવિંદ પરમાર, સયાજીગંજ બેઠક પરથી સ્વેજલ વ્યાસ, અને ઝઘડિયા બેઠક પરથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 158 બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. જ્યારે આગામી બે દિવસમાં તમામ 182 ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે.

Last Updated : Nov 8, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.