અમદાવાદઃ દિલ્હી કૉર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયાને 2 મહિના જેટલો પણ સમયગાળો વિતી ગયો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે હજી પણ રસાકસી જોવા મળી હતી. ત્યારે દિલ્હીના મેયર તરીકે કોનું નામ જાહેર કરવું તેમાં સંઘર્ષ જોવા મળ્યો હતો. આ જ દિલ્હી મહાનગરપાલિકાના મેયર તરીકે આમ આદમી પાર્ટીએ કૉર્પોરેટર શૈલી ઓબેરોયના નામની જાહેર કરી હતી. ત્યારે આ અંગે ગુજરાત આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચોઃ Shelly Oberoi Becomes Delhi Mayor : AAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર
લોકતંત્રની જીતઃ આમ આદમી પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તંત્ર માટે ખૂબ જ સારો દિવસ છે. આજ દિલ્હી મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનાં મેયર ચૂંટાઈને આવ્યાં છે, પરંતુ કમનસીબી એવી છે કે, તેઓ ત્રણ મહિના પહેલા ચૂંટાઈને આવ્યાં હતાં, પરંતુ ભાજપના અસામાજિક તત્વોએ અલગઅલગ પ્રકારની ચૂંટાયેલા લોકો રોકવા અથાગ પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં અમને આપણા દેશની ન્યાય વ્યવસ્થા ઉપર વિશ્વાસ હતો. આજે લોકતંત્રને જીત થઈ છે.
ઈમાનદાર પાર્ટીની જીતઃ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારીતય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે અનેક પ્રયોગો કર્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જ દિલ્હી મહાનગરપાલિકાની પણ ચૂંટણી લાવ્યા હતા. ઉપરાંત અમારા કૉર્પોરેટરોને પણ ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં આજે એક ઈમાનદાર નેતાની અને એક ઈમાનદાર પાર્ટીની જીત થઈ છે. આજે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે કરેલા કામોની જીત થઈ છે. તેમને સન્માન આપ્યું છે. વધુમાં આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ 3 મહિના સુધી દિલ્હીમાં મેયર ન બને તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ અંતે સત્યની જ જીત થઈ છે.
પૈસાના કોથળા લઈને નેતા ખરીદવા આવ્યાઃ કૈલાસદાને ગઢવીએ ઉંમેર્યું હતું કે, તે લોકોએ ઑપરેશન લોટસ પણ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલની ઈમાનદાર પાર્ટીના એક પણ કૉર્પોરેટરને ખરીદી શક્યા નહતા. ભારતીય જનતા પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીના નેતાને ખરીદવા પૈસાના કોથળા લઈને નીકળ્યા હતા. તેઓ ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. પરંતુ આખરે દિલ્હીમાં એક સત્યની જીત થઈ છે અને લોકતંત્રની જીત થઈ છે.
આ પણ વાંચોઃ LGs Legal Bet : દિલ્હી LGએ આમ આદમી પાર્ટીના બે નેતાઓને ડિસ્કોમ્સમાંથી બહાર કાઢ્યા
ટ્વીટ દ્વારા અભિનંદનઃ દિલ્હી મહાનગરપાલિકાના મેયર તરીકે શૈલી ઓબોરોયની નિમણૂક થતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના પ્રમુખ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અભિનંદન પાઠ્ય હતા જેમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીની અંદર આજ દિલ્હીનો વિજય થયો છે. અને અસામાજિક તત્વોની હાર થઈ છે. જ્યારે ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ LGના માધ્યમથી લોકતંત્રની હત્યા કરવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે છેલ્લે લોકતંત્રને બચાવી લીધી છે. અંતે જનતાએ જ જે પાર્ટી જીતાડી હતી. તે જ પાર્ટીનો આજે વિજય થયો છે. તે જ પાર્ટીનાં મેંયર બન્યા છે.