અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનુ સંગઠન દિવસે ને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે. એકવાર ફરી વધુ 2100 જેટલા કાર્યકર્તાને નવી લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીનું સંગઠન તાકાતવર બન્યું 1111 લોકો માત્ર સોશિયલ મીડિયા વોરિયર્સ- આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહાપ્રધાન મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે વધુ મજબૂત બની રહી છે.આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી ધ્યાનમાં રાખી દરેક કાર્યકર્તાને માળખામાં સમાવેશ કરવામાં આવી રહ્યા છે.જેને લઈ આમ અદમી પાર્ટીનુ આજે સંગઠનું ચોથું માળખું જાહેર કર્યું હતુ. જેમાં 1111 જેટલા લોકોને સોશિયલ મીડિયા વોરિયર્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે સફિન હસનને જવાબદારી સોંપવામાં આવી છે.અરવિંદ ગામીતને કોર્પોરેટ વિંગના પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીનું સંગઠન તાકાતવર બન્યું પહેલા 9500 જેટલા લોકો જોડાયા હતા- વિધાનસભાની ચુંટણી યોજાય તે પહેલાં આમ આદમી પાર્ટી વધુ ને વધુ જોડાવા માટે અભિયામ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં આ પહેલા 9500 જેટલા લોકો જોડાયા હતા. જેમા વધુ 2100 જેટલા લોકોને આમ આદમી પાર્ટી સાથે કામગીરી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભાર આપવામાં આવી રહ્યો છે. 2100 માંથી 1111 જેટલા તો માત્ર સોશિયલ મીડિયામક જ નિમણુંક કરવામાં આવી છે.
દક્ષિણ ભારદ્વાજને DNT વિંગમાં પ્રેસિડન્ટ તરીકે નિમણુંક- આમ આદમી પાર્ટી સંગઠન ચોથા લિસ્ટમાં દક્ષિણ કુમાર ભરદ્વાજને DNT વિંગમાં પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જયારે અરવિંદ ગામીત ને કોર્પોરેટિવ વિંગમાં પ્રેસિડેન્ટ,ભાવેશ પટેલ ગુજરાત રાજ્ય ઇવેન્ટ ઇન્ચાર્જ, ધર્શી ભેરડીયા,હેમરાજ સોલંકી,સંજય ગડીયા ને રાજ્ય જોઈન્ટ સેક્રેટરી જવાબદારી સોંપવામાં આવી છે. રાજુભાઈ ચાવડા, અંકિતા ગોર, કાળુભાઇ ગઢવી,સંજય પટેલ મહેન્દ્ર જાદવ સહિત પાંચ લોકોને લોકસભાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
ત્રીજી યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે- વધુમાં ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટીએ સૌથી પહેલા પ્રથમ બે યાદી જાહેર કરવામાં આવી હતી.જેમાં કુલ 19 જેટલી વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.હવે આગામી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી પોતાની ત્રીજી યાદી જાહેર કરશે.