અમદાવાદઃ આજના યુગમાં લોકોને સાચી દિશા બતાવવા નીકળેલા આચાર્યશ્રી લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમ જ લોકોને આધ્યાત્મિક માર્ગ બતાવવાનું ભગીરથ કામ કરી રહ્યા છે. ત્યારે તેમની આ યાત્રામાં હજારો લોકો સ્વૈચ્છિક રીતે જોડાઈ રહ્યા છે. ત્યારે હવે યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમજીએ અહિંસાનું સૂત્ર અમલમાં મુકવા અમદાવાદથી અહિંસા યાત્રા શરૂ કરાવી છે. તેમની આ યાત્રાનું ઠેરઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે.
લોકોમાં ઉત્સાહઃ તેઓ આ યાત્રા થકી લોકોને અહિંસા અને આત્મકલ્યાણનો સંદેશો આપશે. તેમના દ્વારા તમામ વ્યવસ્થા અને આશીર્વચન લોકોને મળી રહે તે માટે પ્રવાસન વ્યવસ્થા સમિતિએ તમામ તૈયારી કરી દીધી છે. તો હવે મોટી સંખ્યામાં તેમનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોકોને જાગૃત કરવાનો ઉદ્દેશઃ પૂજ્ય સ્વામીની સમાજ ઉત્થાન માટેની આ યાત્રા અગાઉ ભારતના અનેક રાજ્યોમાં થઈ ચૂકી છે. ને હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને પ્રાન્તોની પદયાત્રા બાદ હવે અમદાવાદમાં તેમની આ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અમદાવાદમાં 10 દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં ફરીને લોકહિત સાથે જાગૃતતા લાવવા પ્રયાસો કરશે. આ સાથે અહિંસાના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો જેવા કે, સદભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરશે.
પ્રથમ યાત્રા અમદાવાદથી કોબાઃ આ યાત્રા પ્રથમ અમદાવાદથી ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે પહોંચશે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહેશે. 10 દિવસની આ યાત્રાની દ્વિતીય ટ્રિપ 12 માર્ચથી 13 માર્ચ સુધી મોટેરા, 14 માર્ચથી 15 માર્ચ એમ 2 દિવસ સુધી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને 16 માર્ચથી 26 માર્ચ દરમ્યાન તેરાપંથ ભવન, શાહીબાગ તેમ જ 27થી 28 માર્ચ દરમિયાન કાંકરિયા, મણિનગર તેમ જ અંતિમ દિવસે અમદાવાદમાં અમરાઈવાડી અને ઓઢવ ખાતે પહોંચી આ યાત્રાનો મુખ્ય સંદેશો લોકમાનસ સુધી પહોંચાવામાં આવશે.
હજારોની સંખ્યામાં લોકો જોડાયાઃ હાલમાં શરૂ થયેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે યાત્રા દરમિયાન યૂથ જનરેશન સાથેના સંવાદના કાર્યક્રમો, સર્વ ધર્મ પરિષદો અને પરિસંવાદો તથા વિવિધ જગ્યાઓએ વર્કશોપ, ધ્યાન શિબિરો અને પ્રવચનો સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે, જેનો લાભ તમામ લોકોને મળે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આચાર્યશ્રી પોતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોતે પદયાત્રા કરે છેઃ આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટેની આ યાત્રામાં આચાર્યશ્રી મહાશ્રમણજીના નેતૃત્વ હેઠળ 800 સાધુ-સાધ્વીઓ, 40,000થી વધુ યુવા કાર્યકરો, 60,000થી વધુ મહિલા કાર્યકરો અને લાખો અનુયાયીઓ આ યાત્રામાં જોડાયેલા રહેશે. જો વાત કરવામાં આવે તો પરમ પૂજ્ય આચાર્યશ્રી જૈન શ્વેતાંબર તેર પંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય છે, જેની સ્થાપના 262 વર્ષ પહેલાં થઈ છે. આચાર્યશ્રી પોતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોતે પદયાત્રા કરે છે. તેમણે 9 નવેમ્બર 2014ના રોજ ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લાથી અહિંસાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટેના આશયથી આ યાત્રા શરૂ કરી છે.
55000 કિમીની યાત્રા પૂર્ણ કરી તેઓ અમદાવાદ પહોંચ્યાઃ બાદમાં 55,000થી વધુ કિલોમીટરની આ યાત્રા બાદ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. તેમણે દેશભરમાં આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટે અહિંસાનો સંદેશો આપ્યો છે, જેનો લાભ અમદાવાદના શહેરીજનો પણ લઈ શકશે અને લોકો પોતાના જીવનમાં અહિંસાનો પાઠ ઊતારશે.
આ પણ વાંચોઃ Bhavnagar News : ફાગણ સુદ તેરસની 'છ ગાઉ યાત્રા'નો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ
યાત્રામાં લોકસંપર્કઃ અહિંસા યાત્રા દરમિયાન આચાર્યશ્રીએ આ યાત્રા પહેલા 2 દેશ, ભારતના 23 રાજયોની મુલાકાત પણ લીધી છે. તેમાં દિલ્હીથી ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પંદુચેરી, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ અને નેપાળ તથા ભૂતાન જેવા રાજ્યોમાં 55000 હજારથી પણ વધુ કિલોમીટર પદયાત્રા કરીને હજારો ગામડાઓ, શહેરો અને નગરોના કરોડો લોકો સાથે સંપર્ક કરી વિવિધ જાતિના સમુદાયોને સદભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિ ના કર્યો કર્યા છે.અને હાલના સમયમાં લોકોને સાચો માર્ગ અને સાચી દિશા બતાવવાનું કામ કરી કર્યું છે.