શહેરના ઇસનપુર વિસ્તારમાં પડોશમાં રહેતા યુવક સાથે મહિલાની બોલાચાલી થઇ હતી. બોલાચાલીની અદાવત રાખીને મહિલાના દીકરા અફઝલ અને અતર સાથે મળીને તકરાર કરનાર યુવકની હત્યા કરી દીધી હતી. બંને આરોપી પૈકી એક આરોપીએ મરનાર યુવકને પકડી રાખ્યો હતો અને એક યુવકે છરીના ઘા માર્યા હતાં. જેના કારણે યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે હત્યા કરનાર બંને આરોપીની ધરપકડ કરી હતી.
પકડાયેલ આરોપીઓ ગેરેજમાં મજુરી કરે છે અને તેઓનો અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ હોય તેવું જાણવા મળ્યું નથી. જયારે મરનાર યુવક સામે અગાઉ કેટલાક ગુના પણ નોધાયેલા હતા અને આ યુવકે જ અગાઉ બસ સ્ટેન્ડમાં બોમ્બ મુક્યો હોવાનો મેસેજ પોલીસને આપ્યો હતો જે એક અફવા હતી.