ETV Bharat / state

માત્ર 50 રૂપિયા માટે કરવામાં આવી યુવકની ઘાતકી હત્યા - યુવકની ઘાતકી હત્યા

અમદાવાદના ઇસનપુરમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રૂપિયા 50 માટે એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. પોલીસે એક સગીર સહિત 3 આરોપીની કરી ધરપકડ કરી છે. આ હત્યા ફક્ત પચાસ રૂપિયા માટે જ થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે. Ahmedabad Murder, Murdered in Isanpur, A youth was killed for 50 in Ahmedabad Isanpur

માત્ર 50 રૂપિયા માટે કરવામાં આવી યુવકની ઘાતકી હત્યા

author img

By

Published : Aug 31, 2022, 6:45 PM IST

અમદાલાદ શહેરના ઇસનપુરમાં રૂપિયા 50 માટે એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં (Ahmedabad Murder)આવી છે. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીની કરી ધરપકડ કરી છે. કોણ છે આ આરોપીઓ કે જેણે માત્ર પચાસ રૂપિયા માટે હત્યા જેવા( Ahmedabad Crime News)ગુનાને અંજામ આપ્યો છે.

યુવકની ઘાતકી હત્યા

રૂપિયા 50 માટે એક યુવકની હત્યા પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી શુભમ રાજપૂત અને શિવમ બાથમ છે. રૂપિયા 50 માટે એક યુવકની હત્યા કરી દીધી. ઘટના એવી છે કે ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષિય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. નિલેષને અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન નિલેશનું મૃત્યુ થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી CCTV ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને સગીર સહિત 3 ની ધરપકડ કરી છે.

આ પણ વાંચો અમદાવાદ પોલીસે વસ્ત્રાલમાં હત્યાનો ભેદ ઉકેલ્યો, સાવ નજીવી બાબતમાં બની હતી ઘટના

આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે રૂ 50 લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો નહતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી.

આ પણ વાંચો ગાયિકા વૈશાલી બલસારા મૃત્યુ કેસમાં ખુલાસો, ગળું દબાવી હત્યા કરાઇ હોવાનો ચોંકાવનારો ખુલાસો

આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓ સામાન લઈને ઉત્તરપ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા પરંતુ પોલીસે તેઓને ઝડપી લીધા છે. જ્યારે રૂપિયા 50 માટે એક યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. આ હત્યા ફક્ત 50 રૂપિયા માટે જ થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.