અમદાવાદ: ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં અનેક લોકોના કરૂણ મોત નિપજે છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે AMTS બસે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. AMTSની રૂટ નંબર 501ની બસે બાઇક ચાલકને અડફેટે લેતાં બસીદખાન નામના બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ એએમટીએસ બસના ડ્રાઈવરની પોલીસે અટકાયત કરી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. જેમાં એસીપી અશોક રાઠવા જણાવ્યું કે, આ ઘટના પાછળ કોણ જવાબદાર છે અને ઘટના કેવી રીતે ઘટી છે તેના વિશે હાલ તપાસ ચાલી રહી છે. જેની બેદરકારીના લીધે આ ઘટના ઘટી છે, તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે, પોલીસે ગણતરીની ક્ષણોમાં જ બસ ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જ્યારે AMTSની રૂટ નંબર 501 બસે બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં બાઈકચાલક બસના આગળના ટાયરમાં આવી ગયો હતો. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ અગાઉ 27 ઓગસ્ટના રોજ શહેરના વૈષ્ણવ દેવી સર્કલ પાસે AMTS બસની બ્રેક ફેઇલ થઇ જતાં ખાડામાં ખાબકી હતી. જોકે, ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. બસની બ્રેક ફેઇલ થઇ જતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી હતી. જેમાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા.