ETV Bharat / state

વિરમગામ ધાંગધ્રા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ - અમદાવાદ પોલીસ

વીરમગામ રુરલ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને અમદાવાદ થી ધાંગધ્રા તરફ જતી બંધ બોડીની ટ્રક ઝડપી હતી. બાતમીના આધારે હાસલપુર સર્કલ પાસેથી ઈંગ્લીશ દારૂ સહિત કુલ 25 લાખ 60 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

વિરમગામ ધાંગધ્રા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

author img

By

Published : Dec 12, 2020, 6:56 PM IST

  • બંધ બોડી ની ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
  • હાસલપુર ચોકડી સર્કલ પાસે રૂરલ પોલીસની કાર્યવાહિ
  • ઈંગ્લીશ દારૂ સહિત 25, 60,900નો મુદ્દામાલ ઝડપી પાડયો

અમદાવાદઃ વીરમગામ રુરલ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને અમદાવાદ થી ધાંગધ્રા તરફ જતી બંધ બોડીની ટ્રક ઝડપી હતી. બાતમીના આધારે હાસલપુર સર્કલ પાસેથી ઈંગ્લીશ દારૂ સહિત કુલ 25 લાખ 60 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી.

પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિઓ નસ્ત નાબૂદ કરવા સુચના

ગાંધીનગરના DGP તથા પોલીસ મહાનિરીક્ષક કે.જી ભાટી, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અમદાવાદ ગ્રામ્ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવિના સિન્હા વિરમગામ વિભાગ દ્વારા પ્રોહિબિશન અંગેની પ્રવૃત્તિઓ નસ્ત નાબૂદ કરવા સુચના આપવામાં આવી હતી.

વીરમગામ રુરલ પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી

બાતમીના આધારે મળેલી વિગતો મુજબ વિરમગામ ધાંગધ્રા હાઈવે હાંસલપુર સર્કલ ખાતે વોચ ગોઠવી હતી. ટ્રક આવતા તેને ઉભી રખાવી સીલ તોડી જોતા પૂઠાના બોક્સની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલી હતી.

પોલીસે મુદ્દામાલ સાથે ટ્રક કબજે કરી

સમીખાન મહંમદખાન વિરુદ્ધ વીરમગામ રુરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોલિસ સબ ઇન્સપેકટર એમ.એચ.ઝાલા ચલાવી રહ્યા છે. હાસલપુર સર્કલ પાસેથી ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂ.25 લાખ 60 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી, ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.