- વસ્ત્રાલના ભાભિયાવાસમાં ભેંસના બચ્ચાના મારણના કારણે વન વિભાગ સતર્ક
- દીપડાને પકડવા ત્રણ પાંજરા લઈને પહોંચ્યું
- ભેંસના બચ્ચાના મારણ બાદ આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના પગના નિશાન જોવા મળ્યા
- મારણ જંગલી પ્રાણીએ કર્યું કે અન્યએ તે માટે ભેંસના બચ્ચાને વન વિભાગ પોસ્ટમોટર્મ માટે લઈ ગયા
અમદાવાદઃ વન વિભાગે ભેંસના બચ્ચાના મારણ થયા બાદ મૃત ભેંસના બચ્ચાને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયું હતું અને વધુ તપાસ હાથ ધરી છે. દીપડાએ જ ભેંસના બચ્ચાનું મારણ કર્યું છે કે, અન્ય જંગલી જાનવર કે કૂતરાએ મારણ કર્યું છે. તેને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. જ્યારે મારણ કર્યાના આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના પગના નિશાન પણ જોવા મળ્યા છે. વન વિભાગની ટીમ ભેંસના બચ્ચાના મારણ બાદ દીપડાને પાંજરે પૂરવા માટે વસ્ત્રાલ ખાતે 3 પાંજરા લઈ આવી પહોંચી છે.
સનાથલ ચોકડી પાસે રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનચાલકની ટક્કરથી દીપડાનું મોત થયું હતું
સરખેજ-ગાંધીનગર હાઈવે પર સ્થિત સનાથલ ચોકડી પાસે રવિવારે મોડી રાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું મોત નીપજ્યું હતું. રસ્તા પર દીપડાને ઢળી પડેલો જોતાં જ વાહનચાલકો અને રાહદારીઓનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. વન વિભાગની ટીમે તપાસ કરતાં આસપાસના ખેતરોમાંથી દીપડાના અલગ અલગ પંજાના નિશાન મળી આવ્યા હતા ત્યાં ભીની માટી હોવાથી દીપડાના પંજાના નિશાન સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. વન વિભાગની ટીમને એક કરતા વધુ દીપડા અમદાવાદમાં ફરતાં હોવાની શંકા છે.