અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો. જેના કારણે સ્વાઈન ફ્લૂના કેસમાં પણ અંદાજે છેલ્લા 22 દિવસમાં 509 જેટલા કેસ નોંધાયા હતા. જેના પગલે અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યુ હતુ.A spike in swine flu cases in one month, spike in epidamic in ahmedabad,
આ પણ વાંચો- Alang Shipyard : કોરોના મહામારીમાં ભોગ બનેલું જહાજ ભાંગીને ભૂક્કો થવા આવ્યું
22 દિવસમાં 509 જેટલા- અમદાવાદમાં કોરોના કેસ બાદ સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ચિંતાનું મોજું ફળ્યુ હતુ. ઓગસ્ટમાં માસના 22 દિવસમાં 509 જેટલા સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા હતા.જેની સાથે સ્વાઇન ફ્લૂના કુલ કેસનો આંકડો 543 પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો- કોરોના, લમ્પી અને હવે સ્વાઈન ફ્લૂ : શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ
પાણીજન્ય કેસમાં પણ વધારો- મચ્છરજન્ય કેસની સાથે સાથે પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં ખાસ કરીને વરસાદની વાતાવરણ કારણે મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સાદા મેલેરિયાના 129 કેસ ઝેરી મેલેરિયા 15 કેસ,ડેન્ગ્યુના 132 કેસ,ચિકનગુનિયા 25 કેસ નોંધાયા હતા.જેમા આરોગ્ય વિભાગ દ્વારા 46,039 લોહીના નમૂના અને ડેન્ગ્યુ સિરમના 2302 નમૂના લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- Mosquito Epidemic in Vadodara : શહેરમાં વકરતા રોગચાળાને ડામવા VMC એક્શનમાં
ક્લોરીન ગોળીનું સતત વિતરણ ચાલુ- સતત પાણી જન્ય રોગચાળો વધ્યો હતો.ઝાડા ઉલ્ટીના 660 કેસ, કમળાના 135 કેસ,ટાઇફોઇડ 239 કેસ,કોલેરાના 09 કેસ સામે આવ્યા હતા.જેના કારણે કોર્પોરેશન દ્વારા સતત દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો.સાથે સાથે પાણીમાં ક્લોરીનની 13866 જેટલી ગોળી વિતરણ કરવામાં આવ્યું હતુ.