અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માગને ધ્યાનમાં રાખીને ભુજ અને દાદરની વચ્ચે 22 સપ્ટેમ્બરથી દરરોજ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણ રિઝર્વ રહેશે. રેલ મંડળ પ્રબંધક દીપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરથી ટ્રેન નંબર 09116 ભુજ અને દાદર વચ્ચેની સ્પેશિયલ ટ્રેન રાત્રે 10:25 કલાકે ભુજથી ઉપડીને બીજા દિવસે બપોરે 01:50 કલાકે દાદર પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 23 તારીખે બપોરે 03:00 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 07:00 કલાકે ભુજ પહોંચશે.
ભુજ અને દાદર વચ્ચેની સ્પેશિયલ ટ્રેન ક્યા સ્ટેશન પર ઉભી રહેશે
- ગાંધીધામ
- ધ્રાંગધ્રા
- અમદાવાદ
- આણંદ
- વડોદરા
- અંકલેશ્વર
- સુરત
- નવસારી
- વલસાડ
- વાપી
- બોરીવલી
ઉલ્લેખનીય છે કે, આ ટ્રેનની અંદર ફર્સ્ટ AC, સેકન્ડ AC, થર્ડ AC, સ્લીપર તેમજ સીટીંગ કોચ હશે, જે તમામ રિઝર્વ રહેશે. રિઝર્વેશન નોમિનેટેડ કાઉન્ટર પર અને IRCTCની વેબસાઈટ પર 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે.