અમદાવાદઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો આંકડો 5000ને પાર કરી ગયો છે. આવા સમયે SVP હોસ્પિટલમાંથી એક સારા સમાચાર આવ્યાં છે.
જેના માટે અગાઉથી જ લિફ્ટ માર્ગ અને ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યાં હતાં. નિષ્ણાંત અને અનુભવી ગાયનેક ડૉક્ટરની ટીમ તથા નજીક પણ ઓપરેશન થિયેટર ખાતે અગાઉથી જ હાજર હતાં. દર્દીને તાત્કાલિક એક્શન ઓપરેશન હાથ ધરી સાંજે 8 વાગ્યે બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. માતા અને બાળક બંનેની તબિયત હાલમાં સંપૂર્ણ મસ્ત છે અને પછીની સારવાર અને ટેસ્ટ કોવિડ 19ની ગાઈડ લાઈન મુજબ કરવામાં આવશે.